નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસ્થાના લોકોને બીરદાવ્યા નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના લોકાર્પણ સમારોહમાં નડિયાદની સેવાકીય સંસ્થાઓને અને વ્યક્તિ વિશેષને સન્માનિત કરાયા હતા.’સવર્જન હિતાય, સર્વજન સુખાય’ના મંત્રને સાર્થક કરી સેવાભાવથી કામ કરતી જિલ્લાની વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓને આ તબક્કે ખાસ બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત માનવ સેવા કાર્યો થકી સામાજિક ઉત્થાનની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહેલી સામજીક સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદ હેલીપેડ ગ્રાઊન્ડમાં યોજાયેલા પોલીસ આવાસ લોકાર્પણ પ્રસંગે ચરોતરની સેવાભાવી સંસ્થાઓનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. આવી સંસ્થાઓમાં જોઈએ તો સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા, નડિયાદ સંતરામ મંદિર, નડિયાદ બીએપીએસ સંસ્થા, સામાજિક સંસ્થાની અંદર માતૃછાયા અનાથ આશ્રમ, હિન્દુ અનાથ આશ્રમ, જય માનવસેવા પરિવાર નડિયાદ, વ્યક્તિવિશેષમાં જોઈએ તો પદ્મશ્રી એચ.એમ.દેસાઈ, કુલીનચંદ્ર યાજ્ઞિક, પદ્મશ્રી પૂજ્ય ડાહ્યાભાઈ શાસ્ત્રી,સહિત અન્ય લોકોનુ આ તબક્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સેવાકિય સંસ્થાઓ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવથી અળગા રહી માનવ ગરીમાને પ્રાથમિકતા આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આવી સંસ્થા માનવને માનવ સાથે જોડવાનું ઉમદા કાર્ય કરી રહી છે. કોરોના કાળમાં આવી સંસ્થા દ્વારા કરવામાં આવેલ માનવ ગરીમાને જાળવી રાખવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. ભવિષ્યમાં પણ આવીજ રીતે ઉત્તમ પ્રકારના સેવાકાર્યો, ધાર્મિકકાર્યો, સામાજિક ઉત્થાનના કાર્યો કરી તમામ વર્ગના જરૂરીયાત મંદ તેમજ નિઃસહાય લોકોને શૈક્ષણિક, આરોગ્ય, ધાર્મિક તેમજ સામાજિક સેવા આપી ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ ને સાર્થક કરી પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ મંત્રીએ પાઠવી હતી.
Trending
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ