134, વિધાનસભા દેવગઢબારીયા સીટ ઉપર આ વખતે ત્રી પાંખિયો જંગ જામશે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.ભૂતકાળ ના વર્ષો માં એક સમયે દેવગઢબારીયા સીટ કોંગ્રેસ નો ગઢ દેવગઢ તરીકે આખા ગુજરાત માં ગણાતો હતો અને આ કોંગ્રેસ ના ગઢ ઉપર 2002 માં ભાજપા માં બચુ ખાબડ દેવગઢબારીયા મત વિસ્તાર માં બક્ષીપંચ સમાજ તથા આદિવાસી સમાજ ની જંગી બહુમતી થી ચૂંટાઈ આવ્યા હતા.અને પ્રજા ની પડખે રહી દેવગઢબારીયા વિધાનસભા વિસ્તાર ના કામો કરી આજે ભાજપા ને દેવગઢ નો ગઢ બનાવી દીધો.
હવે ભાજપા ના આ ગઢ ને તોડવા માટે કૉંગેસ અને આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી મેદાન માં મતદારો ને નવા નવા પ્રલોભનો સાથે ઉતરશે તે નકકી છે. કોંગ્રેસ પક્ષ માં હવે ખાસ કોઈ દિગ્ગજ નેતા રહયા નથી. મોટાભાગ ના કાર્યકર્તા ભાજપા માં જોડાઈ ગયા છે. અને હજુપણ બીજા ભાજપા ની કેસરી ટોપી પહેરવાની તૈયારી કરી રહયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે આમ આદમી પાર્ટી માં ભાજપા અને કોંગ્રેસ એમ બંન્ને પક્ષ માંથી કાર્યકરો ખાનગી માં મળતીયા બની રહયા છે. ભાજપ પક્ષ માંથી વિધાનસભા માટે પાંચ થી છ મુરતિયા હોવાનું કહેવાય છે જયારે કોંગ્રેસ માંથી ભારત વાખળા અને હમણાં દાહોદ જિલ્લા માં બક્ષિપંચ સમાજ નો હોદ્દો આપવામાં આવેલ છે તેવા એક નિવૃત્ત આચાર્ય ફતેસિંહ બારીયા નુ નામ ચર્ચાઈ રહ્યું છે.અને આમ આદમી પાર્ટી માં આ બંન્ને પાર્ટી માંથી કોઈ નારાજ થયેલા ઉમેદવાર ને ટિકિટ મળી શકે તેવી વકી છે. ભાજપા માં હમણાં થોડા માસ અગાઉ ભાજપા અગ્રણી કિરણ ખાબડે યુવા ટીમ ને કાર્યરત કરીને નવા 16000/ જેટલાં સભ્યો ને યુવા ટીમ માં જોડી દીધા છે. જે યુવા ટીમ આગામી વિધાનસભા ચૂંટણી માં પેજ પ્રમુખો સાથે રહી મતદારો સુધી પહોંચવાની કામગીરી કરશે
આમ દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માં આ વખતે ત્રી પાંખિયો જંગ જામશે તે નકકી છે. જોવાનું રહ્યું કે ભાજપા નો ગઢ દેવગઢ માંથી હવે ગાંધીનગર કોને લઈ જશે…!!!.