Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા તાજેતરમાં બનાસબેંકના ચેરમેન પદે વરાયેલા અણદાભાઈ પટેલનો સત્કાર સમારોહ જીલ્લા ભાજપના પ્રભારી સુરેશભાઈ ડી.શાહના અધ્યસ્થાને યોજાયેલ.
પ્રારંભમાં સૌ આગેવાનો પધારતાં જેમનું માર્કેટસમિતિના મુખ્યગેઈટ થી ભવ્ય સ્વાગત બહેનોએ બેડા ઉપાડી કરેલ.
બાદમાં પધારેલા સૌ મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કરી સમારોહનો પ્રારંભ કરેલ.
દીઓદર માર્કેટ સમિતિના ચેરમેન અને ભાજપના અગ્રણી ઈશ્વરભાઈ જે.તરકે પધારેલા સૌને આવકારેલ.
બાદમાં બનાસબેંકના નવા વરાયેલા ચેરમેન અણદાભાઈને આવકારતાં જણાવેલ કે તેઓ ખેડુતપુત્ર છે. ખેડુતોની સમસ્યાઓ સારીરીતે જાણે છે. અને ખેડુતો તથા આ મજનતાને ઓછી હેરાનગતિએ બનાસબેંકમાં લોન મળી રહે ખેડુતોના હિતમાં તેમજ નુકશાન ભોગવી રહેલ સેવા મંડળીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કરેલ.
બાદમાં પધારેલા સૌ મહેમાનોનું દીઓદર માર્કેટ સમિતિના ડીરેક્ટરો દ્વારા શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માનીત કરવામાં આવેલ.
આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી કેશાજી ચૌહાણે સૌને નવા આવેલ વર્ષ ર૦રરમાં જાગૃત બની ભુતકાળમાં થયેલ ભુલોને ભુલી નવી ભુલ ન કરવા જણાવેલ. અને કહેલ કે મતાધિકારનો ઉપયોગ સાચીરીતે કરી તાલુકાને વિકાસશીલ બનાવવા અટકી પડેલી ફાઈલો આગળ વધારવાનો અવસર મેળવવા જણાવેલ.
સન્માનનો પ્રત્યુત્તર આપતાં બનાસબેંકના ચેરમેન અણદાભાઈ એ જણાવેલ કે ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આપી મને ચેરમેન બનાવતાં સૌની આશાઓ વધી છે.
લોકોનો બનાસબેંક ઉપર વિશ્વાસ વધી રહ્યો છે. મેં પ્રથમ મીટીંગમાં વિવિધ મેનેજરો સાથે બેઠક કરી બનાસબેંક દ્વારા ખેડુતો વેપારી વર્ગ આદિને ઓછી મહેનતે લોન કઈરીતે મળી રહે, કઈરીતે ખેડુતો,પશુપાલકો સબસીડી વાળી લોન ઝડપી મેળવી શકે તે જોવા પ્લાન બનાવવાની પ્રેરણા આપી છે જેના ફળ સ્વરૂપ ટુંક સમયમાં અમે ખેડુતલક્ષી નિર્ણય લઈશું.
બનાસકાંઠા જીલ્લાના પ્રભારી સુરેશભાઈ ડી.શાહે ગુજરાતનો આજે સુવર્ણયુગ કેન્દ્રમાં ચાલી રહ્યો છે.
તેનો ભરપુર ઉપયોગ કરી રાજ્ય તથા તમારા વિસ્તારના વિકાસમાં ભાજપ સાથે જોડાઈ સૌથી મોટી પાર્ટી માટે કામ કરી તમે ગૌરવશાળી બનો તેમજ પાર્ટીના કાર્યકરો કે આગેવાનોના ગુણો જાેવામાં ૧ ટકા અવગુણને મહત્વ આપ્યા વિના તે કેટલા ઉપયોગી છે. તે વિચારી અનેક ત્યાગ આપનાર મહાનુભાવોના બલીદાનને ન્યાય આપી સૌથી મોટી પાર્ટીના કાર્યકર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ. તેમ માની કામે લાગો.
જીલ્લાના અન્ય પ્રભારી નંદાજી ઠાકોર, જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે બનાસબેંક દ્વારા ખેડુતોની કરાતી સેવાઓ પૂર્વ ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પણ ખેડુતલક્ષી કરેલ નિર્ણયોને યાદ કરાવેલ.
બાદમાં વિવિધ સંસ્થાઓ, માર્કેટના ડીરેક્ટરો, સેવામંડળીઓના ચેરમેન-મંત્રી, મહિલા સેલ આદી દ્વારા અણદાભાઈ પટેલ તથા સુરેશભાઈ શાહનું સન્માન કરવામાં આવેલ.
આભાર વિધિ માર્કેટ વા.ચેરમેન પરાગભાઈ જોષી, સેક્રેટરી પરાગભાઈ પટેલે કરેલ.
કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ શાહે કરેલ.
આ પ્રસંગે બનાસબેંક તેમજ બનાસડેરીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,
દીઓદર તાલુકા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા,
બનાસબેંકના એમડી શ્રી,
ભાજપના મહિલા પ્રમુખ ભીખીબેન વોરા,
મહમંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર, કનુભાઈ વ્યાસ, ભારતસિંહ ભટેસરીયા,
ચીનુભાઈ પાંચાણી, જયંતિભાઈ બી.દોશી,
થરા નગરપાલિકાના ઉપ પ્રમુખ નૈષેધભાઈ પાંચાણી, દિલીપભાઈ વાઘેલા,
કાંકરેજ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, માર્કેટના ડીરેક્ટરશ્રીઓ સી.ડી.પટેલ,
અણદાભાઈ પટેલ, જી.કે.વાઘેલા, ભાવસિંહજી ઠાકોર,માલાભાઈ પટેલ,
તા.પં.પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોષી, ચેલાભાઈ પટેલ,
ર્ડા.હસુભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ(જીન) સહિત જીલ્લાના પદાધિકારીઓ તેમજ
દીઓદર તાલુકાભાજપના તેમજ યુવા મોરચા સહિત મહિલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.
બાદમાં તાજેતરમાં દીઓદર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ પદે ચુંટાયેલા સરપંચોનું બહુમાન કરવામાં આવેલ.
બાદમાં સૌએ ભોજન લીધેલ.
ભોજનનો લાભ પટેલ અમરાભાઈ વીહાભાઈ (જાડાવાળા), પટેલ ભરતભાઈ નાનજીભાઈ (ગોલવી), પટેલ વેલાભાઈ ભેમાભાઈ (ચમનપુરા) પરિવાર દ્વારા લેવામાં આવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268