દીઓદર ખાતે દીઓદર વિધાનસભા વિસ્તારની કોંગ્રેસની કારોબારી યોજાઈ:
Shantishram News, Diyodar, Gujarat.
આજરોજ આદર્શ હાઈસ્કુલ હોલ ખાતે
દીઓદર વિધાનસભા મતવિસ્તારના દીઓદર,લાખણી,ભીલડી પંથકના
કોંગ્રેસના કાર્યકરોની એક જનચેતના આંદોલન સહ શીબીર
બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલ.
પ્રથમ કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલ મૃતાત્માઓને નું બે મીનીટનું મૌન પાળેલ.
પ્રારંભમાં પધારેલા સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને
દીઓદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાેરાભાઈ દેસાઈએ આવકારેલ.
બાદમાં વિવિધ મહાનુભાવો દ્વારા મોંઘવારી,આદિ વિરૂધ્ધ ઠરાવો રજુ કરાયેલ
જેને કોંગ્રેસના કાર્યકરોએ હાથ ઉંચાકરી સંમતી આપેલ.
વધુ વાંચો: બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી DDO સ્વપ્નિલ ખરે દિયોદર ની મુલાકાતે.
આ પ્રસંગે દિનેશભાઈ ગઢવી તથા પૂર્વ ધારાસભ્યશ્રી જાેઈતાભાઈ પટેલ,
વાવના ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર, થરાદના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપુત,
જિલ્લાના અમૃતજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપેલ.
તેમજ પ્રજા અત્યારે ભાજપ થી ત્રસ્ત છે.
ત્યારે પ્રજાની પડખે રહેવા નિંદ્રાધીન સરકારને જગાડવા
આવેદનપત્ર સહ વિરોધ દર્શાવવા આહવાન કરેલ.
ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ
સૌ દીઓદર વિધાનસભા વિસ્તારના આગેવાનો, કાર્યકરોને આવકારી
અભિનંદન આપી સરકાર દ્વારા આચરાઈ રહેલા ભ્રષ્ટાચારને જાગૃત કરવા સૌને અપીલ કરેલ.
વધુ વાંચો: તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
આ પ્રસંગે ગુજરાત પંચાયત રાજ સંગઠનના અગ્રણી ભરતસિંહ વાઘેલા,
પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળી,
જીલ્લા ઉપ પ્રમુખ બી.કે.જાેષી, જીલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ,
મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર, તા.પંચાયત પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા,
જબ્બરસિંહ વાઘેલા,વાઘજીભાઈ જાેષી, મહેશભાઈ દવે,
લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધુડાભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ,
બાબરાભાઈ પટેલ, બળદેવભાઈ બારોટ,પી.એમ.અખાણી સહિત
કોંગ્રેસના જીલ્લાના તથા તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો,
યુવા મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
સૌ આગેવાનો,કાર્યકરોને આત્મમંથન, જાગૃતિ, સક્રિયતા દ્વારા કરેલા
સેવાના કાર્યનું મંથન કરવા આહવાન કરેલ.
બાદમાં સૌએ સાથે મળી ભોજન લીધેલ.
ભોજન બાદ બીજી સેશનમાં કાર્યકરો સાથે જીલ્લા પ્રમુખ દ્વારા ગોષ્ઠી કરાયેલ
ત્યારબાદ સૌ કોંગ્રેસી કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ગયેલ અને
મોંઘવારી વિરૂધ્ધ આવેદનપત્ર આપેલ.
Congress, Karobari, Jorabhai desai, dineshbhai gadhavi, Joitabhai Patel, Geniben Thakor, Gulabsinh Rajput, Amrutji Thakor, Shivabhai Bhuriya, MLA, Bharatsinh Vaghela, Anilbhai Mali, BK Joshi, Narsinhbhai Desai, Bhavnaben Thakor, Pravinsinh Vaghela, Jabbarsinh Vaghela, Dhudabhai Patel, Mamlatdar Office
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268