Shantishram News, Diyodar, Gujarat.
તાજેતર માં યોજાઇ રહેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં દિયોદર તાલુકાની 29 ગ્રામ પંચાયતમાં સરપંચ ની ચૂંટણી યોજાઇ રહી છે
જેમાંથી એકમાત્ર સામલા વડાણા ગ્રામ પંચાયત સમરસ બનવા પામેલ જેના સરપંચ પદે ઈશ્વરભાઈ રામાભાઇ દેસાઈ બિનહરીફ થવા પામેલ
ઈશ્વરભાઈ રામાભાઇ દેસાઈ ભુતકાળ માં પોલીસ પટેલ તરીકે સેવા આપી ચુક્યા છે.
સમરસ ગ્રામ પંચાયત –
એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત.
ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.
આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયતની એક જ ઉમેદવાર હોવાને કારણે ચુંટણી કરવાની જરુર ન પડે, તેવી પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે
તેમજ આ પ્રકારની ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન આપવામાં આવે છે.
જેમાં સામલા ગ્રામ પંચાયત સતત ત્રીજીવાર સમરસ બની રહી છે.
જેના કારણે તેને રૂપિયા ૩,૧૨,૫૦૦/- (ત્રણ લાખ બાર હજાર પાંચસો) ની ગ્રાન્ટ
તેમજ સોલાર લાઇટ માટે રૂપિયા ૩,૦૦,૦૦૦/- ત્રણ લાખ ની ગ્રાન્ટ મળશે.
સમરસ ગ્રામ પંચાયત યોજનાની સફળતા
સને : ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને ગુજરાત સરકારે અનુદાન આપેલ છે. તદૃઉપરાંત રાજય સરકારના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનીકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી ૧૨૧ ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૧૨૮.૧૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આ તમામ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્યય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
Samars Gram Panchayat , Samla Vadana , Diyodar, Banaskanthan Election 2021 Police Patel
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268