Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકા કોંગ્રેસ સમિતિ (Diyodar Taluka Congress) દ્વારા દીઓદર ધારાસભ્યશ્રી
શીવાભાઈ ભુરીયાની આગેવાની તળે
દીઓદર વિધાનસભા ક્ષેત્રમાં આવતા
દીઓદર, લાખણી (Lakhani), ભીલડી (Bhildi) પંથકના કાર્યકરોનું
જનજાગરણ સહ સ્નેહમિલન સમારોહ
તા.૧પ/૧૧/ર૦ર૧ ના રોજ સવારે આદર્શ હાઈસ્કુલ દીઓદર (Aadarsh High School, Diyodar) મધ્યે યોજાયેલ.
પ્રારંભમાં સૌ મહેમાનો પધારતાં કોંગ્રેસ દ્વારા
સણાદર નજદીક થી ભવ્ય બાઈક રેલી (Bike Rally) દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
બાદમાં સૌ ઉભા કરાયેલ શમીયાણામાં પધારતાં
બાલીકાઓ દ્વારા કંકુ તિલક કરી સન્માનીત કરાયા.
દીઓદર, લાખણી, કોંગ્રેસ સમિતિના હોદેદારો દ્વારા પધારેલ
સૌ મહેમાનોને પાઘડી પહેરાવી આવકારવામાં આવેલ.
ત્યારબાદ સૌ સ્ટેજ પર આવી પહોંચેલ.
સૌએ સાથે મળી દીપ પ્રાગટય કરેલ.
પધારેલા મહેમાનોનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ (Diyodar MLA Shri Shivabhai BHuriya) સૌને આવકારતાં જણાવેલ કે
રાજ્યની પ્રજા મોંઘવારી બેરોજગારીમાં અટવાઈ છે.
ખેડુતો ને નથી મળતી ટાઈમસર લાઈટ, ખાતર માં તંગી જેવી પરેશાની છે.
પાણીના તળ ઉંડાં જઈ રહ્યાં છે.
સરકાર દ્વારા કોઈ નક્કર આયોજન ન હોઈ પ્રજા પીસાઈ રહી છે.
ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્ય (Gujarat State Congress Prabhari) ના પ્રભારી
ર્ડા.રઘુજી શર્માના વડપણ હેઠળ (Raghuji Sharma)
રાજ્યમાં સૌ પ્રથમ જનજાગરણ અભિયાનનો (Jan Jagaran Abhiyan) શુભારંભ
દીઓદર ખાતે થી કરવામાં આવી રહ્યો છે.
તેને આવકારી સાનૈ પ્રજાની પીડાને સરકારમાં યોગ્ય વાચા આપવા જણાવેલ.
પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળીએ (Ex.MLA Diyodar) Anilbhai Mali સંચાલન કરતાં આ પંથકની પ્રજા ની આપવીતી સંભળાવેલ બાદમાં પધારેલા
સૌ મહેમાનોનું કંકુતિલક કરી પાઘડી પહેરાવી બહુમાન
દીઓદર,લાખણી તેમજ ભીલડી પંથકના આગેવાનો દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાન કેબીનેટ મંત્રીશ્રી રઘુજી શર્માએ જણાવેલ કે પ્રજા મોંઘવારીમાં પીડાઈ રહી છે.
પ્રજાની કોરોનાની મહામારી બાદ ભાવવધારાએ કેડો ભાગી નાખી છે
ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આજની શરૂ થયેલ જન જાગરણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અભીયાન ચલાવી પ્રજાને જાગૃત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે પ્રજા ને જાગવાની જરૂર છે.હાલમાં ભાવ ઘટાડો કરવાનું ચાલે છે કેમ ?
પેટા ચુંટણી માં સીટો ઓછી આવતાં જાગ્યા છે.
જો ચૂંટણીમાં ભાજપ એક પણ સીટ ના જીત્યો હોતતો ભાવ તળીયે આવી જાત…
માટે સૌ સંકલ્પ કરી ભાજપ ને ઘર ભેગો કરવા આહવાન કરેલ
કોરોના કાળમાં પ્રજાને ઓક્સિજનની બોટલ માટે, દવાઓ માટે ભીખ માગવી પડતી હતી.
બ.કા જીલ્લામાં દલિતો,આદિવાસી ઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે
આ પ્રસંગે સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ (JItendra Bhaghel, Secretary, Indian National Congress )
ગુજરાત પ્રદેશના પ્રમુખ અમીતભાઈ ચાવડા(Amitbhai Chavada),
કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ (Hardik Patel) , પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (BharatSinh Solanki),
અર્જુનભાઈ મોઢવાડીયા (Arjun Mothvadiya), જગદીશભાઈ ઠાકોર (Jagadishbhai Thakor),
ચંદનજી ઠાકોર (Chandanji Thakor), બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી (Dineshbhai Gadhvi),
ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી (Jignesh Mevani), ગેનીબેન ઠાકોર (Geniben Thakor),
ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput), ગુ.વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહજી વાઘેલા (Gumansing Vaghela),
બ.કાં.પ્રભારી ચંદનજી ઠાકોર (Chandanji Thakor), જી.પં.પ્રમુખ વારકીબેન પારધી (Varkiben Pardhi),
વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ (Lakhabhai BHarwad), ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ (Nathabhai Patel),
પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ (Maheshbhai Patel), દાંતા ધારાસભ્ય કાન્તીલાલ ખરાડી (kantilal Kharadi),
રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ (Raghubhai Desai), પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ (Kiritbhai Patel),
ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ (Govabhai Desai), ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ (Joitabhai Patel),
દીઓદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી આદિ મહાનુભાવોએ પ્રવચન કરી
ભાજપ સરકાર દ્વારા ખેડુતો તેમજ આમ જનતા ઉપર નખાઈ રહેલ બોજને વખોડી કાઢી
સૌ પ્રજાજનો જનજાગરણ અભિયાનના નેજા હેઠળ જાગૃત થઈ
સરકારે સામે આંદોલન ચલાવવા અપીલ કરાયેલ.
આ પ્રસંગે દીઓદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જોરાભાઈ દેસાઈ (Jorabhai Desai),
લાખણી પ્રમુખ ધુડાભાઈ પટેલ (Dhudabhai Patel),
પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા, ઉપ પ્રમુખ બી.કે.જોષી,
પ્રવિણસિંહ વાઘેલા, દિયોદર સરપંચ ગીરીરાજસિંહ વાઘેલ,
જબ્બરસિંહ વાઘેલા, નાનજીભાઈ પટેલ,
મહેશભાઇ દવે, વાઘજીભાઇ જોશી
મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર,
જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, જી.પં.સદસ્યો, તા.પં.સદસ્યો, સરપંચશ્રીઓ તથા
કોંગ્રેસના દીઓદર, લાખણી,ભીલડી પંથકના આગેવાનો, મહિલાઓ, કાર્યકરો યુવામોરચાના હોદેદારો આદિ ઉપસ્થિત રહેલ.
આભાર વિધિ દિયોદર ધારાસભ્ય શ્રી શીવાભાઇ ભુરિયા એ કરેલ.
Diyodar, Bhildi, Lakhani Congress, Indian National Congress, Banaskantha, Gujarat,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268