દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જીઈબી ઉઘાડી લૂંટ સામે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ શિગવડ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી હોવાને લઇ ગુજરાતમાં વીજળી ઉત્પાદન કરતાં સરકારી સાહસોને રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર પાસ થવું ગુજરાત સરકારના આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાત નાગરિકોને બેવડી રીતે ભોગવવી પડે છે જ્યારે આપ ગુજરાત પ્રદેશ સમિતિ જયેશ સંગાડા જણાવ્યું કે ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007માં 25 વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફિક્સ ભાવ નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટના દબાણ હોવાના લીધે ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપીએ એને લીધે થોડા ટાઈમ એપ્રિલ 2021માં પ્રતિયુનટ સરચાર્જ 1.80 રૂપિયા હતો જે જુલાઈ 2021માં પ્રતિ યુનિટ 1.90 ઓક્ટોબર 2021 2 રૂપિયા જાન્યુઆરી 2022માં 2.10 રૂપિયા ફેબ્રુઆરી 2022 2.20 રૂપિયા એપ્રિલ 2022 2.30 રૂપિયા સરચાજૅ થયા આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા ભોગવી રહી છે એના માટે આપ દાહોદ પૂર્વ જિલ્લા પ્રભારી રમસુભાઈ હઠીલા એ જણાવ્યું ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પૂરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ખૂબ ઊંચા ભાવે વિજળી ખરીદવી પડે છે સરકારે ખુલ્લી બજારમાંથી વીજળી ખરીદી એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીનો ટેકસમાં વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવુ વધી રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના હાલ દિલ્હી અને પંજાબ એમ બે રાજ્યોમાં સરકાર છે ત્યાંના નાગરિકો ને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મા આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની પાસેથી ખૂબ ઊંચા દરે વિજળીના ભાવો વસૂલ કરવામાં આવે છે જો આમ આદમી પાર્ટી ગુજરાત ના નાગરિકોની થયેલી ઉઘાડી લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે જ્યારે ગુજરાતરાજ્યના મુખ્ય મંત્રી પાસે આમ આદમીપાર્ટી ની માગણી છે કે ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી મા આપવામાં આવે જેથી મોંઘવારીમાં પિસાઈ રહેલા મધ્યમ વર્ગના લોકોને રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનો નિર્માણ કરી શકે આપ સિંગવડ તાલુકા પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ હઠીલા જણાવ્યું કે લીમખેડા તથા સિંગવડ તાલુકા માં અપૂરતો વીજળી પુરવઠો છે છતાં જનતા મોંઘા વીજ બીલો થી ત્રાહિમામ પોકારી ઉઠી છે જ્યારે આવનાર સમયમાં આપ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી