થોડા દિવસો અગાઉ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મુસ્લિમ સમાજના પૈગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના વિરુદ્ધમાં તેમને ગુસ્તાખી કરી હતી અને તેને લઈને મુસ્લિમ સમાજ રોષે ભરાયો હતો મુસ્લિમ સમાજના રોશને લઈને તેમાં મુસ્લિમ દેશોના વિરોધને લઈને હરકતમાં આવેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂપુર શર્મા અને નવીન જિંદાલની તરત જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો તેમજ નૂપુર શર્માને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સાથે જ જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દરેક ધર્મનું સન્માન કરે છે એવું પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કોઈપણ કાનૂની કાર્યવાહી ન થતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી અને તેને લઈને દેશભરમાં લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને આવેદનપત્ર સુપરત કરાયા હતા તેની કડક સજાની માંગ સાથે ત્યારે તેને લઈને આજરોજ દાહોદના મુસ્લિમ સમાજના અલગ અલગ કોમના લોકો પણ દાહોદ જિલ્લા છાપરી ખાતે આવેલી કલેકટર કચેરીના પટાંગણમાં ભેગા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમા દાહોદ મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો