કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં પણ અધિકારીઓ અથવા કર્મચારીઓ વેક્સીન નહી લગાવે
તેને જૂન મહિનાની સેલરી આપવામાં નહી આવે.
આ આદેશ જનજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ધ ન્યૂ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં રેકોર્ડ માટે
કોવિડ વેક્સીનેશન કાર્ડ ની કોપી સબમિટ કરવી પડશે. ત્યારબાદ તેની સેલરી આવશે.
90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા છે ,કોરોનિલ અંગે બાબા રામદેવે આપ્યું મોટું નિવેદન
જનજાતિ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર એસ.મસરામે કહ્યું કે જે લોકોએ વેક્સીન ન લગાવવામાં આવે,
તેમની જૂન મહિનાની સેલરી અટકાવવામાં આવશે.
તેના માટે કર્મચારી પોતે જવાબદાર હશે.
આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે દરેકે આ આદેશના પરિણામ વિશે વિચારવું જોઇએ.
લગભગ 90 % થી વધુ કર્મચારી પહેલાં જ વેક્સીન લગાવી ચૂક્યા છે.
અમારો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીને પરેશાન કરવા અથવા તેમનો પગાર રોકવાનો નથી,
પરંતુ 100 %વેક્સીનેશન કરવાનો છે.
છતીસગઢમાં કોરોના વાયરસની ગતિ ધીમી થઇ છે.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર છત્તીસગઢમાં ગુરૂવારે કોરોનાના નવા 2825 કેસ મળી આવ્યા હતા.
આ દરમિયાન 69 દર્દીઓનું કોરોનાને લીધે મોત થયું હતું.
તો બીજી તરફ 6,715 દર્દીઓ કોરોના સંક્રમણથી રિકવર થયા હતા.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268