આજે કોરોના સંપૂર્ણ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.
દેશની મોટી મોટી હસ્તીઓ કોરોનના સકંજામાં આવી ગઈ છે.
બોલિવૂડના કલાકારો, ક્રિકેટરો, રાજનેતાઓ વગેરે પણ કોરોનાની પકડમાં આવી ગયા છે.
હાલમાં મળેલ ખબર મુજબ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
તેઓએ આ ખબર ટ્વિટર પર આપતા જણાવ્યું કે, “મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરેન્ટાઇન કરેલ છે અને ઘરે જ સારવાર શરૂ થઈ ગઈ છે.છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને નમ્ર વિનંતી છે કે તેઓ પણ તેમની તપાસ કરાવે. તેમને થોડા દિવસો માટે આઈસોલેશનમાં રહેવાની વિનંતી છે.”
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 14, 2021
જણાવી દઈએ કે અખિલેશ યાદવે હાલમાં જ હરિદ્વારમાં યોજાયેલ કુમ્ભમાં ભાગ લીધો હતો.
તેઓ ત્યાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી. જે દિવસે અખિલેશ યાદવ નરેન્દ્ર ગિરી મહારાજને મળ્યા હતા તે દિવસે સાંજે નરેન્દ્ર ગિરી મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં 18 હજાર જેટલા કોરોનાના નવા મામલા સામે આવ્યા છે. જેનું કારણ કુંભના મેળા ને માનવમાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે કુંભના મેળામાં ઘણા સાધુ સંતો પોઝિટિવ આવ્યા હતા.