PM મોદીની વિદેશ યાત્રાને લઈને અહેવાલ સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની યુએસ મુલાકાત અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે એમ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સૂત્રોએ કહ્યું કે સંદર્ભે આવતા મહિને સમીક્ષા બેઠક યોજાવાની છે.જો કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો વડાપ્રધાનની અમેરિકા મુલાકાત અંગે નિર્ણય લેવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર UNGA ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે, જ્યારે QUAD ની બેઠક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાવાની છે.આ બેઠક માટે PM મોદી US ના પ્રવાસ પર જશે કે નહીં તેનો નિર્ણય આવતા મહીને લેવામાં આવશે. શક્યતા છે કે જો PM મોદી અમેરિકાના પ્રવાસે જાય છે તો જો બાઈડન સાથે મૂલાકાત પણ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ પણ એવા સંકેત આપ્યા છે કે ભારત અને અમેરિકાના સંબંધોને મજબુત કરવા માટે PM મોદી અમેરિકાની મુલાકાત લઇ શકે છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં જ અમેરિકાની મુલાકાત લીધી હતી. બંને દેશોના નેતાઓએ વિવિધ મુદ્દાઓ અંગે સતત વાતચીત કરી. પીએમ મોદીએ યુએસ રાષ્ટ્રપતિ બાઈડન તેમજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હતી.પીએમ મોદીના વિદેશ પ્રવાસની વાત કરીએ તો વર્ષ 2020 થી બાંગ્લાદેશની મુલાકાત સિવાય અન્ય કોઈ મોટો પ્રવાસ થયો નથી. પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રા એવા સમયે થઈ હતી જ્યારે દેશમાં કોરોના નિયંત્રણમાં હતો. કોરોનાથી સ્થિતિ વધુ વણસ્યા પછી દેશમાં હવે સંક્રમણ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાતની સંભાવના વધી ગઈ છે.
બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ PM મોદી સાથે 3 વાર ફોન પર વાત કરી ચૂક્યા છે. તાજેતરમાં PM મોદી એ G7 સમિતની બેઠકમાં વર્ચ્યુઅર્લ ભાગ પણ લીધો હતો. PM મોદી અણી અમેરિકાના રાષ્ટ્રપતિ સતત સંપર્કમાં રહે છે. તેમજ તરનજીત સિંહ સંધૂનું પણ કહેવું છે કે ક્વાડની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં બધા નેતાઓ વ્યક્તિગત રૂપે બેઠક કરે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.