જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. ગઇ કાલે રાતથી જ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીઓ ચાલુ હતી. ઘટના સ્થળ પર રાતથી જ સેનાના જવાનો, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હતા. આ ઘટનામાં ભારતીય જવાનોએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ પુલવામામાં અન્ય એક એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.
પોલીસને આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી જેના આધારે તેમણે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. છુપાયેલા આતંકીઓ તરફથી સતત ગોળીબારી થઇ રહી હતી જેના વળતા જવાબમાં 2 આતંકવાદીઓને ઠાર કરાયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કુલગામના જોદાર વિસ્તારમાં કુલગામ પોલીસ અને 1RR ના સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 2 આતંકવાદીઓને ઠાર કરાયા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે અથડામણ દરમિયાન આતંકવાદીઓને સરેન્ડર કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આતંકીઓ તરફથી સતત ગોળીબારી થઇ રહી હતી. આ આતંકવાદીઓને ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો. બુધવારની સાંજે જ LOC પર હાજર ભારતીય જવાનોએ ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા હતા. રૌજોરી સેક્ટરમાં પણ નિયંત્રણ રેખા પાસેથી સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આતંકીઓ LOC પાસેથી ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતો. આ આતંકીઓને રોકવા માટે કાર્યવાહી દરમિયાન 2 સૈનિકો પણ ઘાયલ થયા છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268