છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓ સાથે થયેલી અથડામણ બાદ આજે એટલે કે રવિવારે વધુ ૧૭ શબ મળ્યાં છે.
શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એનકાઉન્ટર બાદ ૨૧ જવાન ગુમ હતા.
જ્યારે આજે સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળેથી સુરક્ષાકર્મીઓના ૧૭ વધુ શબ મળી આવ્યા છે.
આમ નક્સલી હુમલામાં અત્યાર સુધી કુલ ૨૨ જવાન શહીદ થયા છે.
ઉલ્લેખનીય છે કે, કાલે પાંચ જવાન શહીદ થયા હતા અને લગભગ ૩૦ ઇજાગ્રસ્ત જવાન હોસ્પિટલમાં ભરતી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, બીજાપુરના એસપી કામાલોચન કશ્યપે આ વાતની પૃષ્ટિ કરી છે કે શહીદ થનારા જવાનોની સંખ્યા ૨૨ થઇ છે અને આમાંથી ૧૫ શબ આજે મળ્યા છે.
પાંચ શબ કાલે મળ્યા હતા.
નોંધનીય છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓ સાથે અથડામણ બાદ ૨૧ જવાન ગુમ હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને ઘટનાસ્થળથી એક મહિલા નક્સલીનો શબ મળ્યો હતો.
બસ્તર વિસ્તારમાં શનિવારે બોપેરે જોનાગુડા ગામ પાસે નક્સલીઓની પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી, જે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
અથડામણમાં કોબરા બટાલિયનનો એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાન તથા ડીઆરજીના બે જવાન શહીદ થયા હતા.
આ દરમિયાન ૩૦ જવાન ઘાયલ થયા હતા.
ઘાયલ જવાનોમાંથી સાત જવાનને રાયપુરની હોસ્પિટલમાં તથા ૨૩ જવાનોને બીજાપુરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.