ઇલેકશન કમિશન (ચૂંટણી પંચ) દ્વારા મમતા બેનર્જી પર પ્રચાર કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે.
ચૂંટણી પંચે મમતા બેનર્જી દ્વારા આપવામાં આવેલ અમુક નિવેદનોને અપમાનજનક ગણતા તેમના પર ૨૪ કલાક માટે પ્રચાર કરવાનો પ્રતિબંધ લડ્યો છે.
આ પ્રતિબંધ લગાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રોયને કહ્યું કે, ચૂંટણી પંચનો મતલબ સમાધાનકારી છે.
પ્રચાર કરવા પર પ્રતિબંધ લાગવાને પરિણામે મમતા બેનર્જી ૧૩ એપ્રિલના રોજ રાતે 8 વાગ્યા સુધી પ્રચાર કરી શકશે નહિ.
પોતાના પર પ્રતિબંધ લાગવાને કારણે મમતા બેનર્જી રોષે ભરાયા હતા. તેઓએ મંગળવારના રોજ ધરણાકરવાની જાહેરાત કરી હતી.
તેઓના મુજબ ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અયોગ્ય છે. જેના પગલે તેઓ કોલકત્તામાં આવેલ ગાંધી મૂર્તિ પાસે 12 વાગે ધરણા કરશે.
ચૂંટણી પંચે વિગતો જણાવતા કહ્યું કે, મમતા બેનર્જીએ ચૂંટણી પંચની આચારસહિતાનો ભંગ કરવાની સાથે સાથે વિવિધ IPC ની ધારાઓનો ભંગ કર્યો છે.
મમતા બેનર્જીએ એક રેલીમાં લોકોને કેન્દ્રિય સુરક્ષાદળ રોકે તો તેમનો ઘેરાવો કરી મતદાન કરવાની અપીલ કરી છે.
અન્ય એક રેલીમાં મુસ્લિમ સમુદાયને એકજુઠ થઈને મતદાન કરવાનું કહ્યું હતું. ચૂંટણી પંચને તેમના દ્વારા કરવામાં આવેલ આ નિવેદનો આપત્તીજનક લગતા તેઓને નોટિક ફટકારવામાં આવી હતી.
પરંતુ મમતા બેનર્જીએ ચૂંટણી પંચની સામે થતા કહ્યું કે, એક નોટિસ આપો કે દસ, હું મારા નિવેદનને વળગી રહીશ.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીના ચોથા ચારણમાં કૂચબિહારમાં થયેલા ગોળીબારમાં 4 લોકોના જીવ ગયા હતા. ત્યાર બાદ મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ અને ચૂંટણી પંચ પર આક્ષેપો મુક્યા હતા.