વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇ, 2022ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે દેશના 16માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દેશમાં 18મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21 જુલાઇએ મતગણતરી થશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન દરમિયાન કોવિડના તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ચૂંટણી માટે કોઇપણ રાજકીય પક્ષના વ્હીપને મંજૂરી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 76 સાંસદો તેમજ 4120 ધારાસભ્યો મતદાન કરશે. આપને જણાવી દઇએ કે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામાન્ય જનતા મત આપી શકતી નથી. તે ઉપરાંત નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને પણ મત આપવાનો અધિકાર નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્યો મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ મતદાન કરે છે. નોંધનીય છે કે છેલ્લે 17 જુલાઇ, 2017ના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેમાં 20 જુલાઇએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રામનાથ કોવિંદ તેમના હરીફ મીરા કુમારને 3 લાખ 34 હજાર 430 મતોથી મ્હાત આપીને રાષ્ટ્રપતિ બન્યા હતા.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો