ચીન-પાકિસ્તાન મળીને ભારતની વિરૂદ્ધ રચી રહ્યા છે મોટું ષડયંત્ર:
ચીન-પાકિસ્તાન મળીને ભારતની વિરૂદ્ધ રચી રહ્યા છે મોટું ષડયંત્ર ?
અમેરિકા (America)ના એક થિંકટેંકે ચેતવણી આપી છે કે એશિયા ( Asia )માં ચીન ( China )ની વધતી ભૂમિકાથી આ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે.
થિંકટેંકના રિપોર્ટમાં કહ્યું છે કે ચીન આ વિસ્તારમાં ભારતને સાંધવા માટે પાકિસ્તાન (Pakistan)ની મદદ કરી રહ્યું છે.
એવામાં હિમાલય (Himalay)થી લઇ હિન્દ મહાસાગર સુધી તણાવ વધી રહ્યો છે.
એવામાં ક્ષેત્રની રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સુરક્ષા પર મોટી અસર પડી રહી છે.
નિષ્ણાતોએ તૈયાર કર્યો આ રિપોર્ટ:-
થિંકટેંક યુએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ પીસે પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં કહ્યું કે ચીનની ભાગીદારીથી વિસ્તાર પર પડનાર અસરનો અભ્યાસ કરવો એક સફળ નીતિ બનાવા અને અમેરિકાના હિતો તેમજ મૂલ્યોને આગળ વધારવા માટે મહત્વનું હશે. રિપોર્ટ એક દ્વિદલીય ગ્રૂપ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં વરિષ્ઠ નિષ્ણાત, પૂર્વ નીતિ નિર્માતા અને રિટાયર્ડ ડિપ્લોમેટસ વગેરે સામેલ છે.
ચીનની હાજરીથી બદલાઇ રહી છે વિસ્તારની સ્થિતિ:-
રિપોર્ટ ચાયનાજ ઇન્ફ્લુઅન્સ ઓન કોન્ફ્લિકટ ડાયનામિક્સ ઇન સાઉથ એશિયા સ્ટેટસમાં કહ્યું છે કે આ વિસ્તારમાં ચીનની વધતી હાજરીથી દક્ષિણ એશિયામાં સ્થિતિ પહેલાં જ બદલાવની શરૂઆત થઇ ગઇ છે. આ એક એવા વિસ્તાર તરીકે ઉભરી રહ્યું છે જ્યાં અમેરિકા-ચીન અને ક્ષેત્રીય હરિફ હિમાલયની ઉંચાઇથી લઇ હિન્દ મહાસાગરની ઊંડાઇ સુધી ફેલાયેલ છે.
ભારતની વિરૂદ્ધ ચીન ખુલ્લેઆમ આપી રહ્યું છે– પાકિસ્તાનનો સાથ:-
થિંકટેંકે રિપોર્ટમાં કહ્યું કે ભારત-પાકિસ્તાન વિવાદમાં ચીને તટસ્થ વલણ અપનાવાની જગ્યાએ મોટાભાગે પાકિસ્તાનનો જ સાથ આપ્યો છે. કારણ કે પાકિસ્તાનને સમર્થન આપવાથી એશિયામાં ભારતની તાકાત ઓછી કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે ખાસ કરીને ગયા વર્ષે ચીને કાશ્મીરની બાબતમાં પાકિસ્તાન માટે પોતાનું સમર્થન બમણું કરી દીધું.
ચીન અને ભારતમાં વધશે હરિફાઇ:-
રિપોર્ટના મતે ચીન-ભારત સરહદને અડીને આવેલા વિસ્તાર આગળ પણ ચર્ચાનો વિષય બની રહેશે. ચીન અને ભારતના સંબંધ વધુ પ્રતિસ્પર્ધી થશે અને એશિયાની બે સૌથી મોટી શક્તિઓ, આખા હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ માટે સંઘર્ષ કરશે. એ જાણવા મળ્યું કે અમેરિકા અને ચીન બંને દક્ષિણ એશિયાને મહત્વપૂર્ણ માને છે. જો કે આ વિસ્તાર બંનેની ટોચની ભૂ-રાજકીય પ્રાથમિકતા નથી.