આખા દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે.
હાલ ગુજરાત કોરોના હોટસ્પોટ બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
જેના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક શહેરોમાં મિનિ લોકડાઉન અને રાત્રી કર્ફ્યૂ લગાડવામાં આવ્યા હતાં.
હાલમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રાજ્યમાં લગાડવામાં આવેલ નિયંત્રણોને લંબાવવાનું વિચારવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, વધુ એક સપ્તાહ માટે 8 મહાનગરોના 36 શહેરોમાં રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની સાથે કેટલાક નિયંત્રણો લાદવામાં આવશે.
આ મિટિંગમાં મુખ્યમંત્રીએ નાગરિકો, ડોક્ટરો, તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સના સહયોગ અને કામગીરી બદલ આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે આપ સૌના લીધે આપડે કોરોનાને નિયંત્રણમાં લાવવામાં સફળ રહ્યા છીએ.
જણાવી દઈએ કે રાજ્યમાં 27 એપ્રિલના રોજ 14,500 જેટલા કેસ હતા જે ઘટીને 10 મેના રોજ 11,000 થઈ ગયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નિયંત્રણો કોરોના કેસ વધ્યા છે એટલે નહિ પરંતુ દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણથી ગુજરાતના નાગરિકોને સલામત રાખવા લગાડવામાં આવ્યા છે.
નાગરિકોને તકલીફો ન પડે તે માટે આ નિયંત્રણો ફક્ત એક સપ્તાહ માટે જ લંબાવ્યા છે.
તે સાથે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાના મોટા બધા વેપારી, ઉદ્યોગપતિઓ તેમ જ નાગરિકો પાસે આ નિયંત્રણોને અમલ કરવા સહયોગની માંગણી કરી હતી.
અને કહ્યું હતું કે આપણા બધાના સહયોગથી ગુજરાત રાજ્ય કોરોનાને હરાવવામાં સફળ થશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,592 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે 117 દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જેની સામે 14,931 દર્દીઓ કોરોના સંક્રમણ મુક્ત થયેલા છે.