Shantishram News, Diyodar, Gujarat.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્યએ (Nimaben Aacharya) બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા (Magarvada) ખાતે માણિભદ્રવીર દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યા હતાં.
અધ્યક્ષશ્રી શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્યના પતિશ્રી ર્ડા. ભાવેશભાઇ આચાર્યએ સજોડે માણિભદ્રવીર દાદા (Manibhadra Vir Dada) ના દર્શન કરીને સૌના કલ્યાણ અને રક્ષણ માટે હવનમાં આહૂતિ આપી ધન્યતા અનુભવી હતી.
મગરવાડા મંદિરના યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે આશીર્વાદ આપી હવન કરાવ્યો હતો.
અધ્યક્ષશ્રીનું યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે યંત્ર આપી સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે અધ્યક્ષ શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, આજે વદ પાંચમના પવિત્ર દિવસે મગરવાડા ખાતે શ્રી વિજયસોમજી મહારાજ સાહેબના સાનિધ્યમાં માણિભદ્રવીર દાદાના દર્શન, પૂજન અને હવનમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો છે ત્યારે ખુબ જ ધન્યતા અનુભવું છું.
તેમણે કહ્યું કે, માણિભદ્રવીર દાદા સૌનું કલ્યાણ કરે અને સૌની રક્ષા કરે તે માટે હવનમાં આહૂતિ આપી પ્રાર્થના કરી છે.
આજે સંકલ્પ કર્યો છે કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાયસન્સ વગરના કતલખાનાઓ બંધ થાય તે માટે સરકાર કટીબધ્ધ બને તથા પાંજળરાપોળ અને ગૌશાળાના નિભાવ માટે પણ સબસીડી કાયમી આપવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરથીભાઇ ગોળ, જિ. પંચાયતના સભ્યશ્રી ફલજીભાઇ ચૌધરી, અગ્રણીશ્રી સાગરભાઇ ચૌધરી અને
શ્રી ભરતભાઇ મોદી, મામલતદારશ્રી ડી. એમ. પરમાર, સર્કલ ઓફિસરશ્રી હરેશભાઇ પ્રજાપતિ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268