ભારતના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ ગર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પડદા પાછળ રહીને પોતાની જાતને ચિંતા કર્યાં વિના દરેક ભારતીયના જીવનમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે કામગીરી નિભાવતા ભાયારતીય સુપરહીરોની ઓળખ કરીને તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે ગર્વ સંસ્થા કામ કરે છે. ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની સજ્જતાને કારણે આપણા સમાજ રહેવા માટેની ઉત્તમ જગ્યા બને છે ત્યારે આ હીરોની ઓળખ કરીને દેશની જનતા સમક્ષ તેમની સહાનુભૂતિ, પ્રેમ, સંવેદનશીલતા અને નિઃસ્વાર્થ કામગીરી અંગે જાણકારી પેદા કરવી ખૂબજ જરૂરી બને છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ફાયર વિભાગના અધિકારીઓની ઉમદા કામગીરીની ઓળખ કરીને તેમને સન્માનિત કરાયા હતાં. તેમની વીરતા અને સાહસિકતા આગામી પેઢી માટે ચોક્કસપણે પ્રેરણાદાયી બની શકે છે. દેશમાં યુવાનોની સંખ્યા ખૂબજ વિશાળ છે તેવી સ્થિતિમાં આપણા સુપરહીરોની કામગીરીથી તેમને પ્રેરણા મળશે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવાનો પણ આગળ વધીને યોગદાન આપશે. જુરીના સદસ્યોમાં ભારત સરકારના ભુતપૂર્વ ફાયર એડવાઇઝર ડો. ડી. કે. શમી, દિલ્હી ફાયર સર્વિસના ભુતપૂર્વ સીએફઓ એસ.કે. ધેરી, યુપી સ્ટેટ ફાયર સર્વિસના ભુતપૂર્વ ડાયરેક્ટર પી. કે. રાવ, મુંબઇમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભુતપૂર્વ ડેપ્યુટી કમીશનર ડો. પ્રભાત રાહાન્ડલે, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ અને ગુજરાત રાજ્યના આઇએફઇ, સીએફએસઓ, એસપીએઆઇ, એઆઇએફએસએસસીબી, એઆઇએફએફએફ, જીએફએસઓડબલ્યુએના પ્રેસિડેન્ટ સ્વસ્તિક જાહેજા સામેલ હતાં. આ આયોજન અંગે કાર્યક્રમના આયોજકએ જણાવ્યું હતું કે, ગુજરાતના ફાયર વિભાગના અધિકારીઓના સાહસ, સંકલ્પ અને કટોકટીમાં તેમણે નિભાવેલી કામગીરીને ક્યારેય ભૂલી શકાય નહીં. કટોકટીના સમયમાં તેમની જોખમ લેવાની ક્ષમતાઓ અને લીડરશીપના ગુણ દેશની જનતા અને સમાજ પ્રત્યે તેમના પ્રેમ અને કાળજીને પ્રદર્શિત કરે છે. તેઓ આપણા યુવાનોના પ્રેરણાસ્રોત છે અને આપણી નવી પેઢી તેમનામાંથી ઘણું શીખી શકે છે, જે દેશના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે ઘણું ઉપયોગી બની રહેશે. આ એવોર્ડ સમારોહમાં ફાયર અને સેલ્ટી વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનો સહિત લગભગ 2000 જેટલાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ જગતના અગ્રણીઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમાં જાણીતા કલાકારોએ સિંગિંગ અને ડાન્સ પર્ફોર્મન્સ, ફોક સિંગરનું પર્ફોર્મન્સ, સેન્ડ આર્ટ વર્ક, કોમેડી એક્ટ, પોલીસ બેન્ડ પર્ફોર્મન્સ, લિક્વિડ ડ્રમર સહિતના મનોરંજક કાર્યક્રમો પણ યોજાયાં હતાં.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું