સૌરાષ્ટ્રના ગીરનાર બાદ હવે ચોટીલા ડુંગર પર રોપ વે બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત ગૃહમાં જણાવી હતી.ઉલ્લેખનીય છે કે, ચોટીલા ખાતે માં ચામુંડાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. હવે આ મંદિરને પણ રોપ-વેનો લાભ મળશે. આપને જણાવી દેઈ કે, ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. જેને કારણે માતાજીના દર્શન કરવા વધુ સરળ બનશે.
શ્રી ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત માઈભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે઼! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી આપી હોવાની જાહેરાત સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી છે.