ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા ૯ ઓક્સિજન PSA પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ:
Gandhinagar લોક્સભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે
ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકલાડીલા સાંસદ અને
દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે
આજરોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા
કોરોના મહામારીના સમયમાં ગુજરાતમાં દર્દીઓની સારવારમાં મદદરૂપ થવાના આશય સાથે
સોલા સિવિલ હોસ્પિટલ(અમદાવાદ) , સિંગારવા હોસ્પિટલ (કઠવાડા-દસક્રોઈ), CHC તિલકવાડા, CHC સાગબરા, CHC ભાનવાડ (દ્વારકા),
લાયન્સ જનરલ હોસ્પિટલ (મેહસાણા) , સામુહિક આરોગ્ય કેન્દ્ર (કાલાવાડ-જામનગર), એમ.આર.હોસ્પિટલ (લેડીઝ હોસ્પિટલ) (પોરબંદર),
સામુહિક આરોગ્ય કેન્દ્ર (કપડવંજ)ખાતે પ્રદાન કરાયેલા
૯ ઓક્સિજન PSA પ્લાન્ટનું oxygen plant વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ તાલુકા,નગરપાલિકા વિસ્તારોમાં પ્રભારી નિમણૂક કરવામાં આવી.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ)ના
વૈશ્વચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ,
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને
અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્રજધામ સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી VYO દ્વારા 7 કરોડના ખર્ચે ગુજરાતમાં ૨૯ ઓક્સિજન પ્લાન્ટના નિર્માણનો ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો હતો
જે અંતર્ગત 19 પ્લાન્ટ લોકાર્પિત થઈ ગયા છે અને બીજા 9 પ્લાન્ટનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ દ્વારા આજરોજ કરવામાં આવ્યું હતું.
આ ઓક્સિજન પ્લાન્ટમાંથી 10,000 લિટર ઓક્સિજન પ્રતિ કલાકે ઉત્પાદિત થશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે વિશ્વનું સૌથી મોંઘુ “કમળ”નું ફુલ ખીલશે, જાણો વધુ :
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં, વાયરસે ખૂબ જ ઝડપથી તેના સ્વરૂપમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું અને તેનાથી માનવ સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ.
તેમણે કહ્યું કે, આપણને બધાને ખૂબ જ ઓછા સમયમાં તેને નિયંત્રિત કરવામાં અને તેને ઘટાડવા માટે સામૂહિક સફળતા મળી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો આપણે તેનું વૈશ્વિક વિશ્લેષણ કરીએ તો દુનિયાના વિકસિત દેશોમાં પણ સિસ્ટમ ક્ષીણ થઈ રહી હોય તેવું લાગે છે,
પરંતુ ભારતમાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ, કોરોના સામે મજબૂત અને મક્કમ લડત લડવામાં આવી.
શ્રી શાહે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમજ જે દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમનું સ્વાસ્થ્ય ઝડપી સારું બને તેવી મનોકામના સાથે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી
તેમજ દુઃખની આ ઘડીમાં ઈશ્વર આવી પડેલી વિપત્તિને સહન કરવાની શક્તિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી.
ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત
શ્રી શાહે જણાવ્યું હતું કે, આપણો દેશ કોરોના સામેની લડાઈ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૩૫ કરોડ દેશવાસીઓના સહકારથી મક્કમતાપૂર્વક લડી રહ્યો છે.
પોતાના જીવનની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની સારવારમાં અવિરતપણે જોતરાયેલા ડોકટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓનો
હું નતમસ્તક થઈને આભાર માની મહામારીની આ પરિસ્થિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવું છું.
ફ્રન્ટલાઈન વર્કર્સે કરેલી કામગીરીને જેટલી બિરદાવીએ તેટલી ઓછી છે.
શ્રી શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહામારીના આ સમયમાં
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO) દ્વારા
ગુજરાતમાં ૨૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણનું
બીડું ઝડપી માનવસેવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે
તે બદલ હું VYOને અભિનંદન પાઠવું છું.
તેમણે કહ્યું કે કદાચ VYO એ પહેલી સ્વૈચ્છિક સંસ્થા છે
જેણે 29 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કર્યા છે.ભારતની વિશિષ્ટતા છે કે, આપત્તિના સમયમાં ફક્ત સરકાર જ નહીં,
કરોડો દેશવાસીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ પણ જનસેવામાં કાર્યમાં સાથે જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
દેશભરની ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ જે કંઇ કરી શકે તે ફાળો આપ્યો છે.
જ્યારે કામદારો તેમના ઘરે પરત ફરી રહ્યા હતા,
ત્યારે હજારો સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમના સ્થાનો પર તેમના ખોરાક, પાણી, રહેવાની વ્યવસ્થા અને પરિવહન માટેની વિસ્તૃત વ્યવસ્થા કરી હતી.
આજના આ ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ શ્રી શાહે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો
તેમજ ભારતના ૪૬ શહેરો અને વિશ્વના 15 દેશમાં 5 કરોડથી વધુ સ્વયંસેવકોની સંગઠિત શક્તિથી વિશ્વભરમાં સમાજસેવા સાથે સાથે
ધર્મ, સંસ્કૃતિ, સંસ્કારના પ્રચાર પ્રસારનું ઉત્તમ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત માં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસથી પ્રજા પરેશાન
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસે પોતાનું સ્વરૂપ બદલતા
કોરોના સંક્રમણની ગતિ વધતા પોઝિટિવ થયેલા દર્દીઓને
જરૂરી ઓક્સિજનની જરૂરિયાત અચાનક દસ ગણી થઈ હતી અને
તે જરૂરિયાત એક મહિનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવાની ચુનોતી ભારત માટે હતી,
પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સુચારુ આયોજન સાથે
રેલવે, વાયુસેના મારફતે હવાઈ માર્ગે, ક્રાયોજેનિક ટેન્કર અને ઓક્સિજનનું ખૂબ ટૂંકા ગાળામાં ઐતિહાસિક માત્રામાં પરિવહન કરાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે પોતાની પુરી તાકાત લગાડી દીધી, દેશના તમામ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પ્લાન્ટને ઉત્પાદન અટકાવી તાત્કાલિક ધોરણે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટમાં પરિવર્તિત કરવામાં આવ્યા,
PM CARES હેઠળ દેશમાં 165 PSA ઓક્સિજન પ્લાન્ટ, 1 લાખ ઓક્સિજન કોંનસન્ટેટર્સને મંજૂરી આપવામાં આવી તેમજ
પેટ્રોલિયમ મંત્રલાય દ્વારા 100 PSA પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા જેને આવનારા દિવસોમાં 300 પ્લાન્ટ સુધી લઈ જવામાં આવશે.
૧૨ હજારથી વધુ બેડ કેપેસિટી ધરાવતી ૨૧ હોસ્પિટલો ૧૫ દિવસના ટૂંકા સમયમાં ઉભી કરવામાં આવી.
શ્રી શાહે જણાવ્યું કે, સૌના સહિયારા પ્રયાસોથી આજે દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોધાઈ રહ્યો છે,
રોજની ૧૦હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ૩૫૦૦ મેટ્રિક ટન થઈ છે.
21 કરોડથી વધુ દેશવાસીઓનું રસીકરણ થઈ ચૂક્યું છે અને
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌથી ઓછા દિવસમાં વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ આપણા દેશમાં થઇ રહ્યું છે અને
તને હજુ વધુ ઝડપી બનાવવા પ્રયત્નો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે.
શ્રી શાહે કોરોનાકાળમાં ગુજરાત સરકારની કામગીરીની પ્રસંશા કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ,
સેવા હી સંગઠનના ભાવ સાથે સતત સેવામાં જોતરાયેલા ભાજપા કાર્યકર્તાઓને આ કપરી પરિસ્થિતિમાં જનતાની પડખે રહી સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO)ના સંસ્થાપક
શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.