Gandhinagar રેલ્વે સ્ટેશન સંકુલમાં નિર્માણ થઈ રહેલી
પંચતારક હોટલનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન સંકુલ માં નિર્માણ ના આખરી તબક્કા માં પહોંચેલી પંચતારક હોટલ ની મુલાકાત લઇને વિવિધ સુવિધાઓ તેમજ આનુસાંગિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને જાણકારી મેળવી હતી.
૩૧૮ રૂમની સુવિધા ધરાવતી આ હોટલ રાજ્ય સરકાર અને ભારત સરકારના સંયુક્ત સાહસ ગરુડ દ્વારા નિર્માણ કરાઈ છે.
આ હોટલમાં કલબ હાઉસ બેંકેવેટ્ટ હોલ સ્પા હેલ્થ સેન્ટર સ્વિમિંગ પુલ જેવી સગવડો ઉપલબ્ધ છે.
આ હોટલ પ્રોજેક્ટના અનુભાગોમાં મુખ્યત્વે ગાંધીનગરના હયાત રેલ્વે સ્ટેશન ને અદ્યતન બનાવવાની કામગીરી ગાંધીનગર નજીકના વાવોલ ગામ ને મહાત્મા મંદિર Mahatma Mandir ને સાથે જોડતા અંડર પાસ તેમજ ૩૧૮ માળની હોટલમાં ઉપર જવા આવવા માટેના અપ ડાઉન રેમ્પના નિર્માણ નો સમાવેશ થાય છે.
વધુ વાંચો:- ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો છે એવો શ્રી મુખ્યમંત્રી રૂપાણીનો દાવો
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને ગુજરાત મેટ્રો રેલ કોપોરશન Gujarat Metro Rail Corporationના ચેરમેન શ્રી એસ એસ રાઠોર પણ જોડાયા હતા.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268