આજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાશે છે અને તેમની માતા હીરા બાનો 100 મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે વિતાવ્યો હતો. તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાલ્યા હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. વડોદરા જવા નીકળે તે પહેલા પીએમ મોદી હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે માતા સાથે દિવસની શુભ શરૂઆત કરી હતી. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોતાની માતા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ કે, મા આ માત્ર શબ્દ નથી, પરંતુ જીવનની એ ભાવના છે, જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ અને ઘણું બધુ સમાયેલુ છે. મારી માતા, હીરા બા આજે 18 જૂનના રોજ 100માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. તેમના જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હું મારી ખુશી અને સૌભાગ્ય વ્યક્ત કરુ છું.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ