કોંગ્રેસ દ્વારા વાગરા નગરમાં મોંઘવારી અને લઠ્ઠાકાંડ બનાવને લઇ વિરોધ નોંધાવ્યો
વાગરા નગરમાં આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વધતી જતી મોંઘવારીનાં કારણે વાગરા નગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઇ મોંઘી દાળ મોંઘુ તેલ બધુ ભાજપનું ખેલ ના બેનરો સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યું હતું વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ને વાગરા પોલીસ દ્વારા બજારમાં ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતા સુલેમાન પટેલ દ્વારા લઠ્ઠાકાંડને લઈ ગૃહ મંત્રી પણ સવાલો ઉભા કર્યા હતા સુલેમાન પટેલે જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ કારણે ૫૫ થી વધુ લોકોએ પોતાના જીવન ગુમાવ્યુ છે આની પહેલા પણ કેટલા લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યારે સુધી કોઈ તપાસ થતી જ નથી આજે પાંચ દિવસોથી પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા રેડ પાડી દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પૂરી થઈ જાય છે આ આખા ગુજરાત માટે બહુ જ દુઃખ ની વાત છે અને જનતા ખૂબ જ આ આક્રોશિત થઈ છે.
લઠ્ઠાકાંડમાં જે લોકોએ પોતાના પરિવારજનોને મળવાં આવ્યા છે એવા પરિવાર પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે અને વધુમાં સુલેમાન પટેલ દ્વારા જણાવ્યું હતું કે ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનો ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને કેટલાક લોકો ખરાબ દારૂ પી લોકો જીવન જઈ રહ્યા છે.
આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તાત્કાલિક ધોરણે તેમને પડ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સુલેમાન પટેલ દ્વારા કરવામાં આવી હતી.