અમદાવાદમાં મોદી સ્ટેડિયેમને લઈ ફરી વિવાદ ઉઠ્યો છે, મોટેરા સ્ટેડિયમ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાતા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો જે બાદ હવે કોંગ્રેસ વિરોધ ઉઠાવતા સ્ટેડિયમનું નામ બદલીને મિલ્ખાસિંહ પર રાખવામાં આવી તેવી માંગ કરી છે.
મહત્વનું છે કે ફેબ્રુઆરી મહિનામાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે નવનિર્મિત સ્ટેડિયમનું રાષ્ટપતિ રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ધાંટન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું અનઆવરણ તક્તી પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એવું નામ સામે આવતા જ વિવાદનો વંટોળ ઉઠ્યો હતો અગાઉ સરદાર પટેલ નામથી વિશ્વ વિખ્યાત સ્ટેડિયમનું નામ બદલી દેવાતા કોંગ્રેસ વિરોધ ઉઠાવ્યો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને હવે મિલ્ખાસિંહના નામ આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.
અહીં ઉલ્લેખનિય છે કે આજે વડાપ્રધાન મોદી દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદન આદર આપતા આજે મહત્વનો નિર્ણય લીધો છે. જો વાત કરવામાં આવે તો મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર કહેવાતા, તે હોકી સાથે મેદાનમાં ઉતરતા ત્યારે જાણે બોલ તેની લાકડીને વળગી રહેતો હોય તેવું પ્રતિબિંબત થતું જાણે કે તે જાદુઈ લાકડી વડે હોકી રમતા હોય તેવું લાગતું.
મહત્વનું છે કે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે વર્ષ 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી આ પુરસ્કાર જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 45 લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પરતું રાંજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામે અપાતા પુરસ્કાર હવે મેજર ધ્યાનચંદ કરી દેવામાં આવતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે ભારતીય દોડવીર મિલ્ખાસિંહ વિશ્વમા નામના મેળવનાર પોતાની સિદ્ધિઓથી નામના મેળવી છે મિલ્ખા સિંઘનો જન્મ લાયલપુર ખાતે 20 નવેમ્બર 1929ના રોજ થયો હતો. તેઓ એક શિખ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે રોમ ખાતે ૧૯૬૦ ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે ૧૯૬૪ ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને “ઉડતા શિખ” – ફ્લાયિંગ શિખ તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું. તેઓ ભારત દેશના શ્રેષ્ઠતમ ખેલાડીઓમાંથી એક છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268