કોંગ્રેસ પક્ષમાંથી ભાજપમાં જોડાવાનો સિલસિલો જાણે થોભવાનું નામ જ નથી લેતો અને એક પછી એક કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ તેની રણનીતિ મુજબ કોંગ્રેસ મુક્ત ભારત કરી રહી છે અને આ વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણી માટે બને એટલા વધુ નેતાઓને ભાજપમાં જોડવાનું કાર્ય ફુલબહારમાં થઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં વધુ ગરમાવો આવી રહ્યો છે આજે વધુ 2 નેતાઓ ભાજપમાં જોડાયા હતાગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો શરૂ થયો છે. ભાજપમાંથી જ ચૂંટણી લડીને પ્રધાન બનેલા અને શંકરસિંહ વાઘેલાની સરકાર સમયે ભાજપમાંથી અલગ થઇ રાજપામાં જનાર અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસિયા ભાજપમાં જોડાયા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા પણ ભાજપમાં જોડાયા છે.ગાંધીનગર ખાતે આજે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા અને પૂર્વ મહામંત્રી દલપત વસાવા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ મંત્રી ખુમાનસિંહ અને મહામંત્રી દલપત વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે ખેસ પહેરાવમાં આવ્યો હતો.પૂર્વ નેતા ખુમાનસિંહ વાસિયાએ આજે ભાજપમાં જોડાતા જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું જો કે આ નિવેદન પોતાનું અંગત નિવેદન હતું તેમ જણાવ્યું હતું. ખુમાનસિંહ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દારૂ બાંધી હટાવી લેવી જોઈએ અને આ અગાઉ પણ ખુમાનસિંહે ગુજરાતમાં ખરાબ કક્ષાનો દારૂ મળે તેવી રજૂઆત કરી હતી અને દારૂબંધી હટાવાની વાત કહી હતી.ખુમાનસિંહના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ દ્વારા આ નિવેદન પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
Trending
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર