પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠત મળી હતી. આ બેઠકમાં કેબિનેટે હિન્દુસ્તાન ઝીંકમાં ભાગીદારી વેંચવાની મંજૂરી આપી દીધી છે. સરકાર હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેંચશે. આ સરકારી કંપનીમાં સરકારની ભાગીદારી 29.54 % છે. ભાગીદારીના વેચાણમાં સરકારને લગભગ 36,500 કરોડ રૂપિયા મળવાની આશા છે. કેબિનેટની સ્ટેક સેલના નિર્ણયથી હિન્દુસ્તાન ઝીંકના શેર 7.28 % વધી ગયા છે. જણાવી દઈએ કે, પીએમ મોદીએ જાપાનથી પરત ફરી તરત જ કેબિનેટની બેઠક કરી હતી.રિપોર્ટ અનુસાર, આજે થયેલ કેબિનેટ બેઠકમાં સરકારે હિન્દુસ્તાન ઝીંકમાં ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેંચશે. હિન્દુસ્તાન ઝીંકમાં વેદાંતાની 64.29 % ભાગીદારી છે.ઈનવેસ્ટમેન્ટ વગર 65,000 કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યજણાવી દઈએ કે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્જિયા, પવન હંસ, આઈડીબીઆઈ બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેના સ્ટ્રેટેજિક સેલમાં મોડું થઈ રહ્યું છે. સરકારે નાણાંકિય વર્ષ 2023 માટે રોકાણ વગર 65,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્યનું અનુમાન લગાવ્યું છે.કેન્દ્રએ ચાલુ નાણાંકિય વર્ષમાં અત્યાર સુધીમાં ડિસઈન્વેસ્ટમેન્ટ માધ્યમથી લગભગ 23,575 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેમાંથી 20,560 કરોડ LICથી અને 3000 કરોડ સરકારી એક્સપ્લોરર ONGCમાં 1.5 %ના વેચાણથી છે.બીપીસીએલનું ખાનગીકરણ રોકયુંસરાકરે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયાને હાલ રોકી દીધી છે. બીપીસીએલની રણનૈતિક વેચાણને જીયો પોલિટિકલ ટેંશનને ધ્યાનમાં રાખી રોકાણની ઓછી પ્રતિક્રિયાના કારણે બંધ કરવામાં આવી. SCIનું ડિસઈન્વેસ્ટમેન્ટ પણ સમયથી પાછળ ચાલી રહ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું