ગુજરાતના રાજકારણમાં આજે જબરી ચહલ પહલ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત પર છે. સવારે અમિત શાહે દ્વારકામાં જગત મંદિરમાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકવ્યું હતું. આવતીકાલે પણ ગૃહ મંત્રી ગુજરાતમાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઇ શાહનું શુક્રવારે રાત્રે માદરે વતન ગુજરાતમાં આગમન થયુ હતું.આજે સવારે 11 કલાકે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકા હેલીપેડ ખાતે તેઓનું ઉતરાણ કરી સીઘ્ધા જ જગત મંદિરે દ્વારકાધીશના દર્શનાર્થે પહોચી ગયા હતા. જયાં તેઓએ ભગવાનની પાદુકાનું પુજન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ મોજપ સ્થિત કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃધ્ધી સંમેલન યોજાવાનું છે. કેન્દ્રીય સહકાર મંત્રી હોવાના નાતે અમિતભાઇ શાહ આ સંમેલનમાં પણ હાજરી આપશે. આવતીકાલે પણ ગૃહમંત્રી ગુજરાતમાં છે.રવિવારે તેઓના હસ્તે સવારે રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના બિન રહેણાંક આવાસ, રહેણાંક આવાસ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે તેઓના હસ્તે સાવરકુંડલા તાલુકાના વંડામાં બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશનના વડા ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાજયમાં નિર્માણ પામેલા જુદા જુદા પોલીસ ભવન, એસ.પી. કચેરી, પોલીસ લાઇનનું નડીયાદથી એક સાથે ઇ-લોકાર્પણ કરશે. જેમાં રાજકોટ અને સાવરકુંડલાના વંડા ઉપરાંત લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવાડ, જામજોધપુર, પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ