Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ તાલુકાના થરા મુકામે શ્રી વાળીનાથ ઝાઝાવડા દેવ મંદિર, ગુરૂગાદી ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો હતો.
સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઉપાધ્યક્ષશ્રીનું કોટી, પાઘડી અને ભરવાડોની ઓળખ સમી લાકડી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે,
આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ….., સૌનો વિકાસ…
અને સૌના વિશ્વાસના નારા સાથે આપણે આગળ વધીશું તો ચોક્કસ સમાજને ખુબ મોટો ફાયદો થશે.
તેમણે કહ્યું કે, વિકાસના આ યુગમાં તમામ સમાજોની સાથે હળી મળીને રહીએ તથા ભાઇચારો કેળવીએ અને
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નના રાષ્ટ્ર નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએ.
આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિર સમાન ગુજરાતની વિધાનસભામાં મને ઉપાધ્યક્ષ તરીકેનું પદ આપ્યું છે તે મારું જ નહીં પરંતુ સમગ્ર ભરવાડ સમાજનું સન્માન છે.
તેમણે કહ્યું કે, છેવાડા માનવીની ચિંતા કરતી આ રાજય સરકારે ભરવાડ સમાજને આ પદ આપી ભરવાડ સમાજને ગૌરવવંતુ બનાવ્યું છે.
ઉપાધ્યક્ષશ્રીએ ભરવાડ સમાજના યુવાનો સંબોધતાં કહ્યું હતું કે, અત્યારે સમય ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે ત્યારે આધુનિક સમય પ્રમાણે ભરવાડ સમાજના યુવાનોએ લાકડી મૂકી ઉચ્ચ શિક્ષણ મેળવી પેન પકડાવીની જરૂર છે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડનો પરીચય આપતા જણાવ્યું હતું કે,
અમારા ૧૮૨ ધારાસભ્યોના માનીતા નવનિયુક્ત ઉપાધ્યક્ષશ્રી અને જેમના વિધાનસભા ગૃહમાં પ્રવેશતા તમામ ધારાસભ્યોમાં આનંદનું મોજુ ફરી વળે એવો એમનો નિખાલસ અને સાલસ સ્વભાવ છે.
જેમણે સિનિયર અને જુનિયર નેતાઓના દિલ જીતી લીધા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, અમારા જેવા અનેક ધારાસભ્યોને પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન આપવાનું કાર્ય તેઓ સતત કરે છે. મંત્રીશ્રીએ ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રંસગે શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુએ આર્શીવચન પાઠવ્યા હતાં.
ભરવાડ સમાજ માટે પાટણ ખાતે નિર્માણ પામી રહેલા શિક્ષણ સંકુલ માટે ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડે રૂ. ૬૧ લાખનું માતબર રકમનું દાન આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મંહતશ્રી રોહિતપુરી, શ્રી કિર્તીપુરી, શ્રી મુન્નાપુરીબાપુ સહિત ભરવાડ સમાજના અગ્રણીશ્રી ઘારાભાઈ ભરવાડ, શ્રી મોતીભાઈ ભરવાડ,
શ્રી સત્તાભાઈ ભરવાડ, શ્રી કાળુભાઈ ભરવાડ, શ્રી નિશાનભાઈ સહિત આગેવાનો તેમજ
થરા એ.પી.એમ.સીના ચેરમેનશ્રી અણદાભાઈ પટેલ,
અગ્રણીશ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત ભરવાડ સમાજ યુવા ભાઈ-બહેનો અને વડીલો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Thara, Kankrej, Valinath Mandir, Jethabhai Bharwad, Kirtisinh Vaghela, Banaskantha, Gujarat VIdhanSabha Upadhyaksh,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268