કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની વિવાદિત નિવેદન બાદ હવે મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પૂર્વ જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે, રત્નાગિરિ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ પહેલા રત્નાગિરિ પોલીસ અધિકક્ષક નારાયણ રાણેને મળવા પહોંચ્યા હતા. કાગળની કાર્યવાહી કરી અને નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજુ કરવામાં આવશે.
નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીને યાદ નથી કે દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે. તેઓ પાછળ જોઈને પૂછતા હતાં. જો હું ત્યાં હોત તો મેં તેઓને કાન નીચે થપ્પડ મારી દીધો હોત.
તમને જણાવી દઈએ કે નાસિક પોલીસ વડા દીપક પાંડ્યાએ તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.તેમણે રત્નાગિરિ પોલીસને વિંનતી કરી હતી કે નારાયણ રાણેની ધરપકડ કરે અને ત્યાર પછી નાસિક પોલીસે તેમને કોર્ટમાં રજુ કરશે, રત્નાગિરિ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વખતે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.
બીજી બાજુ નારાયણ રાણે પર શિવસેનાના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળતા નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આરોપ છે કે, શિવસેનાના કાર્યકર્તાઓએ પથ્થમારો કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ભાજપની જન આશિર્વાદ યાત્રા દરમ્યાન રાયગઢમાં આ અંગે નિવેદન આપ્યું હતું. જેની પર વિવાદ થઇ રહ્યો છે. રાણેએ કહ્યું હતું કે, CM ઉદ્ધવ ઠાકરે એવું ભૂલી ગયા હતાં કે, દેશ ક્યારે આઝાદ થયો હતો અને વર્ષ ભૂલ્યાં બાદ તેઓએ પોતાના સહયોગીને પૂછ્યું હતું.’ રાણેએ કહ્યું હતું કે, ‘આ શરમજનક છે કે, મુખ્યમંત્રીને એ પણ ખ્યાલ નથી કે આપણને આઝાદ થયે કેટલાં વર્ષ થયાં. પોતાના ભાષણ દરમ્યાન તેઓએ પાછળ ફરીને પોતાના સહયોગીને પૂછ્યું હતું. જો હું ત્યાં હોત તો તેઓને જોરદાર થપ્પડ મારી દેત.’ આ નિવેદન બાદ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268