ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી ખબર લોકોની સામે આવી છે.
જેમ બધા જાણે છે દેશ માં કોરોના ખૂબ જ ઝડપ થી વધી રહ્યો છે. તેમજ દેશમાં પરિસ્થિતિ સુધરવાની જગ્યા આ રોજબરોજ બગડી રહી છે અને પરિસ્થિતી હાથ બહાર જઈ રહી છે.
તો હાલ માં યૂપી સરકારે બૂજ મોટો નિર્ણાયત લીધો છે જેનાથી આ પરિસ્થિતિ ને રોકવામાં મદદ થશે.
યૂપી માં વધતાં જતાં કેસ ને લઈને હાલ માં જ યૂપી સરકારે અઠવાડિયા માં ૨ દિવસ નું લોક ડાઉનની ઘોષણા કરી હતી, જે શુક્રવાર રાત ૮ વાગ્યા થી સોમવાર સવાર ૭ વાગ્યા સૂધી રહવાનું હતું.
પણ ત્યાર પછી સ્થિતિને વધુ બગડતા જોઈ ને યોગી સરકારે ખૂબજ મોટો નિર્ણય લીધો.
જે લોકડાઉન ફક્ત ૨ દિવસ નું રહવાનું હતું તેને સાપ્તાહિક ૩ દિવસ નું કરી દેવામાં આવ્યું છે.
હવે લોકડાઉન શુક્રવાર સવાર ૮ વાગ્યા થી લઈને મંગળવાર સવારે ૭ વાગ્યા સુધી કરી દેવમાં આવ્યું છે.
લખનૌમાં ‘ટીમ 11’ સાથેની વર્ચુઅલ મીટિંગમાં સીએમ યોગીએ કહ્યું કે રાજ્યમાં કોવિડ ઇન્ફેક્શનથી સાજાથનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
આવી પરિસ્થિતિમાં આપણે વધારે સજ્જ રહેવું પડશે. બધા જિલ્લાઓમાં રાત્રી કોરોના કર્ફ્યુ અને સાપ્તાહિક લોકડાઉન ખૂબ જ અસરકારક છે.
કોરોના ચેપ ફેલાતો અટકાવવા માટે કર્ફ્યુ ખૂબ ઉપયોગી છે. આવી સ્થિતિમાં હવે શુક્રવારે સવારે 8 થી મંગળવારે સવારે 7 વાગ્યા દરમિયાન સાપ્તાહિક લોકડાઉન કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક અને ફરજિયાત સેવાઓ અવિરત ચાલુ રહેશે.
ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને રસીકરણ કાર્ય પણ સાપ્તાહિક અટકાયતમાં ચાલુ રહેશે. સીએમ યોગીએ કહ્યું કે આ સિસ્ટમનો તાત્કાલિક અસરથી અમલ થવો જોઈએ.
હવે જોઈએ યોગી સરકારનો આ નિર્ણય કેટલો અસરકારક નીવડે છે.