મધ્ય પ્રદેશના મંત્રી ઉષા ઠાકુરે કહ્યું છે કે તેમની સાથે સેલ્ફી લેવા ઇચ્છુક લોકોએ 100 રૂપિયાની ચુકવણી કરવી પડશે કેમ કે એક સામે લેનારી પ્રક્રિયા છે જેમાં તેમના કાર્યક્રમોમાં મોડું થાય છે અને એ રકમ પાર્ટીના કામ માટે ભારતીય જનતા પાર્ટી ના કોષમાં જમા કરવામાં આવશે. રાજ્યની રાજધાની ભોપાલથી લગભગ 250 કિલોમીટર દૂર ખંડવામાં શનિવારે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્યના સંસ્કૃતિ મંત્રીએ એ પણ કહ્યું કે તેઓ ફૂલોની જગ્યાએ પુસ્તક સ્વીકારશે કેમ કે માત્ર ભગવાન વિષ્ણુને જ ફૂલ ચડાવવામાં આવી શકે છે કેમ કે ફૂલોમાં દેવી લક્ષ્મીનો વાસ છે.
મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે સેલ્ફી ક્લિક કરવામાં સમય વેડફાઇ જાય છે અને મોટા ભાગે આપણને પોતાના કાર્યક્રમો માટે કલાકોનું મોડું થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિએ મારી સાથે એક સેલ્ફી ક્લિક કરવા માટે BJPના કોષમાં 100 રૂપિયા જમા કરવા જોઈએ. જ્યાં સુધી ફૂલો સાથે લોકોનો સ્વાગત કરવાનો સવાલ છે, આપણે બધા જાણીએ છીએ કે દેવી લક્ષ્મી તેમાં નિવાસ કરે છે એટલે ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોઇ નથી, જે ફૂલ સ્વીકાર કરી શકે. એટલે હું ફૂલ સ્વીકારતી નથી.
એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ફૂલોના ગુલાદસ્તાની જગ્યાએ ભેટમાં પુસ્તકો આપવા જોઈએ. વર્ષ 2015માં ઉષા ઠાકુરના કેબિનેટ સહયોગી કુંવર વિજય શાહે પણ પ્રસ્તાવ આપ્યો હતો કે સેલ્ફી લેનારા લોકોએ 10 રૂપિયા દાન કરવા પડશે. મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીને રોકવા માટે એક યજ્ઞ કરવાની જરૂરિયાત છે.
તેમણે કહ્યું કે પ્રાચીન સમયથી ચાલતી આવી રહેલી આપણી પ્રથા મુજબ આપણા પર્યાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞની જરૂરિયાત છે. જે કોરોના વાયરસની ત્રીજી લહેરને રોકવામાં મદદગાર સાબિત થશે. ઉષા ઠાકુરે ઈન્દોર એરપોર્ટ પર દેવી અહલ્યાની મૂર્તિ સામે માસ્ક વિના પૂજા અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહામારીથી બચવા માટે તેમણે આ પૂજા કરી હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268