આજે રાજ્યમાં બકરી ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે બુધવારના દિવસે મળતી મંત્રીમંડળની બેઠક જાહેર રજાના કારણે મળી નથી જે આવતીકાલે ગુવારે બપોરે ૧૨ કલાકે મળશે જેમાં પાણી સરકાર ના પાંચ વર્ષ ઉજવણી તેમજ આગામી સાહે ધોરણ ૮ થી ૧૧ ની શાળા ઓફલાઈન શ કરવાના મામલે વિચારણા કરવામાં આવશે.
૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ એટલે કે નવ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરશે. જેમાં મહિલા, યુવાનો ,ખેડૂતો , આદિવાસી ,શિક્ષણ, વિકાસ, ગરીબી નિર્મૂલન જેવી અલગ અલગ થીમ પર કામ કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મંત્રી કક્ષાએથી તેના પ્રેઝન્ટેશન લેવામાં આવી રહ્યા છે અને આખરે સમીક્ષાઓ થઈ રહી છે. આજના દિવસે રજા હોવા છતાં કેટલાક વિભાગો તેમની કામગીરી ચાલુ રાખશે જેમાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષકો આદિજાતિ વિભાગ તેમજ યુવા સેવા સાંસ્કૃતિક મંત્રાલય કામ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલયમાં પહેલી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણી થનાર છે. આ ઉજવણીના ભાગપે દરેક વિભાગ દ્રારા તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલી કામગીરી ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઇને કક્ષાના પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની સાથે સૌરભભાઈ પટેલ આર.સી.ફળદુ પ્રદિપસિંહ જાડેજા તેમજ ગણપતભાઈ વસાવા સમાવેશ કરવામાં આવ્યો છે જે સમગ્ર ઉજવણીને આખરી ઓપ આપી રહ્યા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268