રાજ્યની યુવા પેઢી રાજનીતિમાં આવે તે માટે થઈને આજે ગાંધીનગર વિધાનસભા ખાતે એક વિશેષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . સવારે 9:00 વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ ડો . નિમાબેન આચાર્ય યુવા મોક એસેમ્બલીનું પ્રારંભ કરાવ્યો હતો . સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલા 182 વિદ્યાર્થીઓ એક દિવસ પૂરતી વિધાનસભા ચલાવી અને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે તે માટેનુ આયોજન કરવામાં આવ્યું છે . પ્રશ્નોત્તરી સાથે ગૃહના કામકાજનો પ્રારંભ થયો હતો . મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ કાર્યક્રમનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે , ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ આજે યુવાનો મોક વિધાનસભામા જન પ્રતિનિધિત્વ અદા કરવાના છે . ભારત વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે તેની સાથે સૌથી જૂની લોકશાહી ધરાવતો દેશ હોવાનું આપણને ગૌરવ છે . લોકશાહીના પાયામાં એકમોમાં જન પ્રતિનિધિ સૌથી મહત્વનું એકમ છે . ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે . વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે . પાછલા બે – અઢી દાયકાની ગુજરાતની વિકાસ યાત્રાના ચાલક બળ તરીકે વિધાનસભા ગૃહની આદર્શ કામગીરી પણ મહત્વની બની રહી છે . આવા પવિત્ર ગૃહમાં ગુજરાતના ઉજ્જવળ ભાવિના નિર્માતા એવા યુવાનોને મોડલ એસેમ્બલીમાં સહભાગી થતા જોઈ ખૂબ ગૌરવ થાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું .
Trending
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ
- 1300 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત – કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
- મહારાષ્ટ્રમાં બધું હાથમાં હોવા છતાં વિપક્ષના હાથમાંથી જીત કેવી રીતે સરકી ગઈ?
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ