આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે, અને મોડાસા માં શક્તિ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું થશે. જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડૂ પાડવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી છે અને આ માટે તૈયારીઓ હાથ ધરી છે. આ માટે 15 જૂનથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મોડાસાની મુલાકાતે પહોંચવાના છે.મોડાસાના કોલેજ રોડથી સાંજે 5 કલાકેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને 16 જૂનના રોજ વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરાવમાં આવેલા નવીન સર્કલનું પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ લોકાર્પણ કરવાના છે.મોડાસા શહેરના મધ્યે બનાવવામાં આવેલા 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુલ્લો મુકવાના છે.જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને મોડાસા તાલુકા અને શહેર ભાજપા ની બૂથ પ્રમુખો શક્તિકેન્દ્ર ઇન્ચાર્જો તાલુકા અને જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોઅને મોડાસા તાલુકા મંડલ અને શહેર ના કાર્યકર્તા ની બેઠક યોજાઇ મોડાસા કમલ્મમાં યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લાનો વન ડે વન ડિષ્ટ્રીક્ટ કાર્યક્રમ આગામી ૧૫.૦૬.૨૦૨૨ને બુધવારે સાંજના પાંચ વાગ્યે મોડાસામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં યોજનાર હોઇ તેના આયોજન માટે આ બેઠક યોજાઇ હતી.
સમગ્ર બેઠક નું સંચાલન કઉ જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ મણીભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નો મોડાસા શહેર પ્રમુખ રણધિરભાઇ ચુડઘર દ્વારા આભાર માની બેઠકનું સમાપન કરાયું હતું…