ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ વિવિધ પાર્ટીના નેતાઓ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. તમામ પાર્ટીઓ મતદાતાઓને રિઝવવા માટે નવા નવા પેતરાઓ પણ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ આવશે. તો બીજી બાજુ 12 તારીખે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ઘોંચમાં પડ્યો છે.વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે. મતદાતઓને પાર્ટી તરફ આકર્ષવા માટે પાર્ટી તમામ પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આજે અમદાવાદ એરપોર્ટ પર આવશે. કેજરીવાલ સીધા એરપોર્ટથી મહેસાણા જશે અને ત્યા જુના બસ સ્ટેન્ડ પાસે “તિરંગા યાત્રા માં જોડાશે. આ “તિરંગા યાત્રામાં હાજરી આપ્યા બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલને બે મહિનામાં ચૌથો ગુજરાત પ્રવાસ છે.તો બીજી બાજુ આગામી 12 જૂનના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવવાના હતા. તેઓ નવસારીના વાંસદામાં રેલી કરવાના હતાં. રાહુલ ગાંધીના આ કાર્યક્રમને લઈ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા હતા અને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી હતી. પરતું હજી રાહુલ ગાંધીની આ રેલીને લઈ હાઈકમાન્ડ તરફથી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. જેના કારણે ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ દિવસની ઉજવણી નિમિત્તનો આ કાર્યક્રમ પાછો ઠેલાય તેવી શક્યતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ચાર ઝોનમાં જાહેર સભા માટે તૈયારીઓ કરી હતી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો