અરવલ્લી જિલ્લામાં 8માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંમોડાસા સબ ડિવીઝન હેઠળના તાલુકાઓમાં મોડાસા (ગ્રામ્ય) ટીંટોઈ પ્રાથમિક શાળા, મોડાસા (શહેરી ) મહાલક્ષ્મી ટાઉન હોલ, મેઘરજ – આશ્રમ શાળા, ભિલોડા – દહેગામડા હાઈસ્કૂલ, ધનસુરા – વાંટડાસૂકા પ્રાથમિક શાળા, માલપુર – હેલોદર પ્રાથમિક શાળા અને બાયડ – જીતપુર હાઈસ્કૂલ માં તારીખ શનિવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ એક જ જગ્યાએ સરકારની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
ભિલોડા ખાતે યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોડાસા પ્રાંત અધિકારી અમિતકુમાર પરમાર તેમજ ભિલોડા મામલતદારે સેવા સેતુ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરીને અરજદારો સાથે વાતચીત કરી હતી.
મોડાસા ખાતે શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ મોડાસા નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજનામાં આવ્યો હતો, જ્યાં પાલિકા ચિફ ઓફિસર તેમજ મોડાસા મામલતદારે સેવા સેતુની મુલકાત લીધી હતી.
મોડાસા નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પાલિકાના કોર્પોરેટર અતુલભાઈ દોષી અને આશાબેન ખાંટ સવારથી સાંજ સુધી ખડેપગે રહ્યા હતા તો એમ.આઈ.એમ. ના કોર્પોરેટર લાલાભાઈ વાયર મેન અને બુરહાન ચગન પણ ખડેપગે રહી અરજદારોની મદદમાં તેમજ તેમના વોર્ડમાં અને નગરના લોકોના જનરલ પ્રશ્નોને જે-તે વિભાગમાં લેખિતમાં રજૂઆતો કરી હતી.અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લાના લોકોને આવકના, જાતિના, નોન ક્રિમિલેયર, વીજળીને લગતા કામ, આધાર કાર્ડ, આરોગ્ય લક્ષી સેવાઓ, પાલિકાની સેવાઓ, લોન, બેંકિંગ સેવાઓનો લાભ એક જ જગ્યાએ આપવામાં આવ્યો હતો.