ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે.
મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે.
જેની અંદર લખવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
મેઈલમાં જણાવ્યા અનુસાર કોઈ પણ ધાર્મિક સ્થળ પર બંને નેતાઓ પર ગમે ત્યારે હુમલો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ ધમકીનો મેઈલ સીઆરપીએફને મંગળવારે સવારે મળ્યો હતો.
અમિત શાહને મળી ચુકી છે ધમકી
ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથને આની પહેલા પણ અનેક ધમકીઓ મળી ચૂકી છે.
ગણતંત્ર દિવસના રોજ અમિત શાહ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત અનેક નેતાઓને ધમકીઓ મળી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે.
આ વર્ષે જાન્યુઆરી મહીનામાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.
ડાયલ 112 વોટ્સએપ નંબર પર મેસેજ આવ્યો હતો.
જેમાં લખવામાં આવ્યુ હતું કે 24 કલાકની અંદર યોગી આદિત્યનાથને જાનથી મારી નાખીશું જો તમારામાં તાકાત હોય તો 24 કલાકની અંદર બચાવી શકો છો.
પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા ધમકી આપનાર યુવકની આગરાથી પોલીસે ધરપકડ કરી લીધી હતી.
આઈબીના અહેવાલ પછી યોગી આદિત્યનાથને Z+ સિક્યોરિટી આપવામાં આવી રહી છે.