કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે જ્યારથી ભાજપની સરકાર ગુજરાતમાં આવી ત્યારથી જનતા ધારાસભ્યને ત્યાં જવાના બદલે ધારાસભ્યએ જનતા જોડે જવાની પરંપરા શરૂ થઇ અને ગુજરાતની અંદર વિકાસની યાત્રા શરૂ થઇ. આ બદલાવ ભાજપની કાર્ય સંસ્કૃતીના કારણે થયો. પહેલા લોકતંત્ર આવ્યું હતું. પણ તંત્ર લોકો પણ હાવી હતું અને આજે લોકો તંત્ર પર હાવી છે. દરેક વ્યક્તિ જવાબ લે છે. મારે પણ જવાબ આપવો પડે. એટલે જ સહેજ હળવાસ થઇ એટલે મારા સાથીઓને કહ્યું કે, મર્યાદા જે કોઈ પણ તેની વચ્ચે કાર્યક્રમ ગોઠવો આજે 43 કરોડ રૂપિયાના જુદા-જુદા વિકાસના કામો શરૂ થઇ રહ્યા છે અથવા તો પુરા થઇ રહ્યા છે. કેટલાક લોકોના ફોન આવે છે અમને પાણી નથી મળતું ડાંગર સુકાઈ છે પણ અહિયાથી હું કહીને જાઉં છું કે, તમે જરા પણ ચિંતા ન કરતા તમારી સમસ્યાઓનું લિસ્ટ મારી જોડે છે. પાણી પણ મળશે અને ડાંગર પણ જીવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ અને બાળવામાં વિકાસના કામોનું ખાત મુહુર્ત કર્યું હતું. તે સમયે તેમણે એક સભાને સંબોધન પણ કર્યું હતું. સભાને સંબોધન કરતા સમયે તેમણે વૃક્ષારોપણ પણ વધારે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૃક્ષો વાવવાનું જો વિચારીને નહીં કરીએ તો પૃથ્વી લાંબા સમય સુધી નહીં ચાલે. સાથે જ તેમણે ગુજરાતની 6 દીકરીઓ ઓલમ્પિકમના ભાગ લેશે તે વાતનો ઉલ્લેખ પણ તેમના ભાષણ દરમિયાન કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામ તળની અંદર જ્યાં ખાલી જગ્યાઓ પડી હોય PHC, CHC, પોલીસ સ્ટેશન દરેક સાર્વજનિક જગ્યાઓ પર વૃક્ષારોપણની શરૂઆત કરવાનું કામ અભિયાન એ આવનારી પેઢી માટેનું અભિયાન છે. આ અભિયાન આપણી બીજી અને ત્રીજી પેઢીને સ્વસ્થ જીવન જીવવા માટેનું અભિયાન છે પરંતુ વૃક્ષો વાવવાનું જો વિચારીને નહીં કરીએ તો પૃથ્વી લાંબા સમય સુધી નહીં ચાલે. વૃક્ષો કાપતા પહેલા પણ વિચાર કરવો પડશે અને વિચારીને વાવવાની પણ શરૂઆત કરવી પડશે. આપણે રોડ બનાવવાના બહાને, મકાન બનાવવાના બહાને અને GIDC બનાવવાના બહાને ધડાધડ વૃક્ષો કાપતા જઈએ છીએ. બુઢી ધરતી ક્યારે પણ વરસાદ ન લાવે. તેની કમી પૂરી કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું છે અને સૌ સામાજિક કાર્યકર્તાઓનું છે અને સૌએ સાથે મળીને આ દિશામાં આગળ વધવાનું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા માટે અને આપણા સૌ માટે ગૌરવની વાત છે કે 23 જુલાઇથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક થાય છે. આ ઓલમ્પિકમાં અમદાવાદની ત્રણ દીકરી અને ગુજરાતની છ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે. જ્યારે ઓલમ્પિકમાં ગુજરાતની શરૂઆત કરી ત્યારે કેટલાક મસ્કરા સમાચાર પત્રો મજાક ઉડાવતા હતા. કે આ કબડી અને ખોખો રમાડીને ગોલ્ડ મેડલ આવશે. આજે ગોલ્ડ નથી પરંતુ આજે એટલું જરૂર થયું છે કે ગુજરાતની છ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ ઓલમ્પિકમાં કરશે અને મને એ દિવસ ખૂબ જ નજીકમાં દેખાય છે કે એ ગોલ્ડ મેડલ પણ લઈને પાછી આવશે. આપણા સૌ માટે ગૌરવની વાત છે હું તો માનું છું કે આપણી બધી નિશાળોની અંદર આ દીકરીઓના ફોટા મુકવા જોઈએ. જેથી નાના બાળકોને પ્રેરણા મળે. એમને પણ રમવાનું મન થાય અને એમને પણ આગળ વધવાનું મન થાય અને તેમના માતા-પિતાને પણ એવું થાય કે મારો દીકરો અથવા તો દીકરી આ રીતે આગળ વધે. આ દિશામાં આગળ વધવા માટે સરકારે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે. તમારા મનમાં તમારા ગામમાં કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન હોય તો મારા કાર્યાલયનો આપ જરૂર સંપર્ક કરી શકો છો. સરકારની યોજના અનેક છે ઇનીસેટીવ આપણે લેવાનો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268