નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ કહ્યું કે દેશના ખેડૂતો આજે દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો આ છે. સિદ્ધુએ કહ્યું કે કાર્યકરોના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે. અમે કાર્યકરોનો અવાજ સાંભળીશું. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે શું ચોરોની ચોરી ન પકડવામાં આવે અને શું મોંઘી વીજળી ખરીદવામાં આવે?પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા જ સિદ્ધુએ પોતાની સ્ટાઈલમાં જોરદાર ભાષણ આપ્યું. તેમણે વિરોધીઓને લલકારતા તેમના બિસ્તર ગોળ કરી નાખવાની વાત કરી. તેમણે કહ્યું કે તેમનું મિશન પંજાબને જીતાડવાનું છે.
સિદ્ધુએ શિરોમણી અકાલી દળના નેતા અને વિક્રમજીતસિંહ મજેઠિયા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણેકહ્યું કે પંજાબ પૂછે છે કે ચિટ્ઠા વેચનારો ક્યા છે. તેમણે કહ્યું કે સુખબીર અને મજેઠિયાને રહેવા દેવાના નથી. તેમણે કહ્યું કે પંજાબના મુદ્દાઓનો ઉકેલ લાવવો અમારો હેતુ છે. હું ખેડૂતોને મળવા માંગુ છું. કોંગ્રેસ આજે એકજૂથ છે. તેમણે કહ્યું કે મારી પ્રધાનીનું સૌથી મોટું મિશન ખેડૂતોને તાકાત આપવાનું છે. ખેડૂત મોરચો સંભાળનારાઓને મળવા માંગુ છું. મારી ચામડી મોટી છે, મારું મિશન એક જ છે.આ દરમિયાન મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પણ તેમની સાથે જોવા મળ્યા અને તમામ કાર્યકરો વચ્ચે બંનેએ મંચ શેર કર્યો. કેપ્ટન અમરિન્દર સિંહે અહીં કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે સોનિયા ગાંધીએ તેમને જણાવ્યું કે તેઓ નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગે છે તો ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમના નિર્ણયનું સ્વાગત કરશે. હું અને નવજોત સિંહ સિદ્ધુ સાથે મળીને કામ કરીશું.
નવજોત સિંહ સિદ્ધુની તાજપોશી પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તમામ વિધાયકો અને પંજાબ કોંગ્રેસના અધિકારીઓ સાથે ચા પાર્ટી પણ કરી. ચંડીગઢમાં પંજાબ ભવનમાં ચા પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં નવજોતસિંહ સિદ્ધુ પણ સામેલ થયાઅને અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા હતા. અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુની મુલાકાતની તસવીરો મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે શેર કરી.
મુખ્યમંત્રી અમરિન્દર સિંહના આકરા વિરોધ છતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીની પંજાબ શાખાની કમાન સોંપી. કોંગ્રેસઅધ્યક્ષે આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને સિદ્ધુની સહાયતા માટે સંગત સિંહ, ગિલિજિયાન, સુખવિન્દર સિંહ ડૈની, પવન ગોયલ, અને કુલજીતસિંહ નાગરાને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા.
અમરિન્દર સિંહ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાથી નારાજ હતા. જો કે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અમરિન્દર સિંહ સાથે વાત કરી અને ત્યારબાદ તેઓ નરમ પડ્યા. પ્રિયંકા ગાંધી સાથે ફોન પર વાત કર્યા બાદ અમરિન્દર સિંહ સિદ્ધુની તાજપોશી માટે રાજી થયા હોવાનું કહેવાય છે.
અમરિન્દર સિંહ સતત નવજોતસિંહ સિદ્ધુ પાસેથી માફીની માગણી કરી રહ્યા હતા પરંતુ તેમણે માફીનામાની જગ્યાએ કેપ્ટન અમરિન્દર સિંહને ગઈ કાલે આમંત્રણ મોકલ્યું હતું. જેમાં લગભગ 60 વિધાયકોની સહી હતી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268