Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

પાલનપુર ખાતે થયેલ આર્યન મર્ડર કેશના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બનાસકાંઠા પોલીસ.

પાલનપુર ખાતે થયેલ આર્યન મર્ડર કેશના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બનાસકાંઠા પોલીસ.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

થોડાક દિવસ પહેલા પાલનપુર ખાતે આદર્શ સ્કૂલ કેમ્પસ પાસેથી આર્યન મોદી નામના વિદ્યાર્થીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અજ્ઞાત સ્થળે લઈ ગયા બાદ આર્યનને ઢોર મારવામાં આવેલ અને તેનો નિવસ્ત્ર વિડીયો પણ ઉતારવામાં આવેલ

Advertisement

ત્યારબાદ અજ્ઞાત શખ્સોએ તેને ઝેરી પીણું પીવડાવી અને રઝળતો મૂકી દેવામાં આવેલ. મોડી રાત્રે આર્યન મોદી ઘરે પહોંચ્યો ત્યારે તેને ઉલટી થઈ અને ઉલટી થતા પરિવારના સભ્યો દ્વારા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Advertisement

ઘટનાની જાણકારી મળતા પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી પોલીસની પ્રાથમિક તપાસમાં આર્યન મોદીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની વિગતો સામે આવી.

સમગ્ર બનાવની પગલે પાલનપુર પંથકમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી જોવા મળી.

Advertisement

જેના પરિણામે પાલનપુર પૂર્વ પોલીસના પીઆઈ જે.પી. ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને

જે.આર. મોથલીયા પોલીસ મહા નિરીક્ષક, કચ્છ-ભુજ તથા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા ના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની વિવિધ ટીમ બનાવી પોલીસ સ્ટાફના માણસો સાથે તથા પોતાના ભરોસાના બાતમીદારો મારફતે, તથા ટેકનીકલ એનાલીસીસ, તથા નેત્રમ ટીમની મદદ મેળવી  ગુનામાં કયા કયા આરોપીઓ સંડોવાયેલ છે

Advertisement

પ્રથમ સમગ્ર ઘટના કેમ બની ? કેવી રીતે બની ?

તે તમામ બાબતોનો અભ્યાસ કરી કયા આરોપીએ કેવી ભૂમીકા ભજવેલ છે તે પુરાવા આધારે નક્કી કરી

Advertisement

ગુનાના તમામ આરોપીઓના પુરા નામ – સરનામા મેળવી આ કામના આરોપીઓને પકડવા સારૂ પોલીસની અલગ અલગ કુલ – ૬ ટીમો બનાવવામાં આવી

Advertisement

જે તમામ ટીમ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિગેરે રાજ્યોના ૧૨ થી વધુ જિલ્લામાં ૧૫૦ થી વધુ સ્થળોએ છાપેમારી કરી.

આ આરોપીઓ નાસ્તા ફરતા હતા ત્યારે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરેલ હોવા છતા પોલીસની અલગ અલગ ટીમોની જહેમત થકી  નાસતા ફરતા નીચે મુજબના તમામ આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડેલ છે.

Advertisement

પકડેલ આરોપીઓના નામ –

  1. કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ગુડોલ રહે. કુશ્કલ તા.પાલનપુર
  2. જગદિશ ભીખાભાઈ જૂડાલ રહે.જગાણા તા.પાલનપુર
  3. વિપુલભાઈ ગણેશભાઈ કોરોટ રહે. ચંગવાડા તા.પાલનપુર
  4. લક્ષ્મણભાઈ શામળભાઈ ચૌધરી રહે.વેસા તા.પાલનપુર
  5. સરદારભાઈ ગણેશભાઈ ચૌધરી રહે. ગીડાસણ તા.પાલનપુર
  6. ભાવેશભાઈમોગજીભાઈ કરેણ રહે. જગાણા તા.પાલનપુર
  7. ભાસ્કર ભેમજીભાઈ ચૌધરી રહે. જગાણા તા.પાલનપુર
  8. આશિષ હરીભાઈ ઉપલાણા રહે.ચંગવાડા તા.પાલનપુર
  9. સરદાર વાલજીભાઈ ચૌધરી રહે.એદરાણા તા.પાલનપુર
  10. સુરેશ સરદારભાઈ કાથરોટીયા રહે.પટોસણ તા.પાલનપુર

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ

Shanti Shram

સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે…તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

Shanti Shram

નાના અંબાજી ધામ સણાદર મધ્યે ગુરુપૂર્ણિમા ઉજવાઇ.

Shanti Shram

દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ  હતી.

Shanti Shram

આ વ્યક્તિ દ્વારા ભારતમાં મોકલી રહ્યું છે નકલી નોટ, પાકિસ્તાનના ISIને મળ્યુ નવું મહોરૂ!

shantishramteam

વાહનવ્યવહારના નિયમોના ભંગનો મેમો ઘરબેઠા ભરી શકાશે, દેશભરમાં ટ્રાફિક ઇ-કોર્ટ શરૂ કરાશે.

shantishramteam