Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રમતો રાષ્ટ્રીય

BCCI એ અમદાવાદ અને ઈન્દોર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ની કરી જાહેરાત

BCCI એ અમદાવાદ અને ઈન્દોર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ની કરી જાહેરાત

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્લીમાં રમાયેલી ટેસ્ટ મેચનુ પરીણામ રવિવારે ત્રીજા દિવસે સામે આવ્યુ હતુ. આમ ભારતે બંને ટેસ્ટ મેચ જીતીને લઈને ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે.

Advertisement

હવે સિરીઝની બાકીની ટેસ્ટ મેચ પૈકી ત્રીજી ઇન્દોરમાં અને ચોથી અમદાવાદમાં રમાનારી છે. આ બંને ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીની બીસીસીઆઈએ રવિવારે જ જાહેરાત કરી હતી.

Advertisement

ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં હવે ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો રાખે છે. ભારતે સિરીઝમાં 2-0 થી અજેય લીડ બનાવી લીધી છે અને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ બંને ટેસ્ટમા વિજયી રહેલી ટીમને જાળવી રાખવામાં આવી છે.

ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવા સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પાકી કરી લેવા પર છે.

Advertisement

વિજય મેળવનારી સ્ક્વોડ જાળવી રખાઈ છે.

Advertisement

કેએલ રાહુલને આગળની બંને ટેસ્ટ મેચ માટે ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. રાહુલની રમત હાલમાં નિરાશ કરનારી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બંને મેચમાં કેએલ રાહુલે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે.

આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર સિલેક્શન સમિતિએ રાહુલને અંતિમ બંને ટેસ્ટ માટે યથાવત રાખ્યો છે.

Advertisement

 

Advertisement

સિરીઝની પ્રથમ બંને ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો હતો. જાડેજાએ દિલ્લી અને નાગપુર બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી સર્જી હતી.અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

તેણે શરુઆતની બંને ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં ટીમની જવાબદારી સ્વિકારીને રમત દર્શાવી હતી. તેણે મુશ્કેલીઓને ટાળવા સમાન રમત રમી હતી.

Advertisement

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ

Advertisement

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Shantishram News, Diyodar, Gujarat.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

જમ્મુ પોલીસને મોટી સફળતા જૈશ એ મહમદના ૪ આતંકવાદી ઝડપાયા, 15મી ઓગસ્ટે પુલવામાં કાંડ જેવી યોજના ઘડી હતી…

shantishramteam

રશિયન નેવીને તાજેતરમાં વિશ્વની સૌથી મોટી સબમરીન મળી, જાણો શું છે તેની વિશેષતા

Shanti Shram

દીઓદર મોડર્ન સ્કુલમાં કાનુની શીબીર યોજાઈ

Shanti Shram

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કરાયું રદ…

shantishramteam

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

હવે કોવીડ દર્દીઓને અસ્થમા પંપની મદદથી સારવાર અપાશે…

shantishramteam