



જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારી સહિતના લોકો સામે વ્યાજની ઉઘરાણીમાં દેણદારને મળવા મજબૂર કર્યા સહિતનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં સંડોવાયેલી એક મહિલાને આગોતરા જામીન મળી ગયા હતા જ્યારે મનપાના કર્મચારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે જુનાગઢ મનમાં ફરજ બજાવતા સુરેશભાઈ ભગુભાઈ વાંદા ઉંમર વર્ષ 37 સામે મને લોન્ડરીંગ એક્ટ તેમજ મરવા મજબૂર કર્યા ની કલમો હેઠળ સી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો જેમાં તેણે આગોતરા જામીન અરજી કરી હતી જેમાં એવી દલીલ કરી હતી કે આ ગુનામાં સંડોવાયેલી મહિલા અલકાબેન મગનભાઈ પુરોહિત ને મહિલા હોવાના નાતે વચગાળાના જામીન મળી ગયા છે જ્યારે પોતે તો આ કેસમાં ખોટી રીતે ફસાયા છે અને ફસાવી દેવામાં આવ્યા છે આની સામે જૂનાગઢ જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે જો આરોપીને આગોતરા જામીન અપાય તો તે તપાસને નુકસાન કરશે આથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રોહન ચુડાવાલા એ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેતા વ્યાજ વટાવ નો ધંધો કરતા ઈસમો મા ફફડાટ ફેલાઈ ગયો છે