Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

BJPની પેજ સમિતિ સામે AAPની ગામ સમિતિ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે.

ભાજપની પેજ સમિતિને પહોંચી વળવા હવે આમ આદમી પાર્ટી પણ સમિતિની રચના કરશે. રાજ્યના 18 હજાર ગામડાઓ સુધી પહોંચીને ગામ સમિતિ બનાવવામાં આવશે. જેમાં 15થી 20 લોકોનો સમાવેશ થશે. 18 હજાર ગામ સમિતિનું સંગઠન ઉભું કરીને ભાજપને ટક્કર આપવા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની 75 લાખ પેજ સમિતિ અને 1.25 કરોડ કાર્યકર્તાઓ સામે આમ આદમી પાર્ટી પાસે કુલ 23 હજાર જેટલી ગામ સમિતિ અને વોર્ડ સહિત મહોલ્લા સમિતિ તેમજ 3 લાખ જેટલા કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારી 18000 ગામ સમિતિ અને 6000 વોર્ડ સમિતિ બની રહી છે. 15થી 20 સભ્યોની આ સમિતિ હશે. ટૂંક સમયમાં જ આ સમિતિઓ બની જશે અને દરેક લોકોના ઘર અને ગામડા સુધી અમે આમ આદમી પાર્ટીની વાત અને સરકાર આવશે તો શું કરશે તેની જાણકારી આપશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીનું નવું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી અને પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં જે રીતે સંગઠન બનાવવામાં આવ્યું છે. તેને અપગ્રેડ કરીને ગામ સમિતિ સુધી અમે હોદ્દેદારોની નિમણૂંક કરવાના છીએ. દિલ્હી અને પંજાબ કરતા વિશાળ સંગઠન ગુજરાતમાં ઊભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9300થી વધુ હોદ્દેદારોની નિમણૂક થઇ ચૂકી છે. આગામી દિવસોમાં હવે બુથ સમિતિ અને ગામ સમિતિ સુધી અમે નિમણૂક કરીશું.આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 7500થી વધુ હોદ્દેદારો અને નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય યાદી બહાર પાડી હતી. તાજેતરમાં જ 1800 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી ભાજપ ને સામે ટક્કર આપવા માટે પોતાનું વિશાળ સંગઠન ઉભુ કરી રહી છે જેમાં તે પ્રદેશની લઈ અને ગામડાના પંચાયતના સભ્ય સુધી પોતાના હોદ્દેદારોની નિમણૂક કરી રહી છે. અલગ અલગ મોરચાઓમાં નિમણૂક આપવામાં આવી રહી છે. લોકસભા તેમજ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલના કાર્યકરો બનશે. દરેક હોદ્દેદારને ગામ સુધીની જવાબદારી આપવામાં આવે તે રીતનું સંગઠન ઊભું કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર

Shanti Shram

મહુઆ મોઇત્રા પોતાની પાર્ટીના વલણથી નારાજ છે, TMCના ટ્વિટર હેન્ડલને અનફોલો કર્યું

Shanti Shram

સાંસદ પ્રભુ વસાવા ઝાલોદ ના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા

Shanti Shram

રશિયાએ ભારતને આપ્યું પીઠબળ, ઇમરજન્સી ઈક્વિપમેન્ટ્સ મોકલી નિભાવી મિત્રતા….

shantishramteam

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકની ચુંટણી ૧ર નવેમ્બરે

Shanti Shram

દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બી.એસ.એફ. જવાનો દ્વારા યોજાયેલ સાઇકલ રેલીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું 

Shanti Shram