



1863 થી નિર્માણ પામેલ સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં નવાબી સમયથી ઇમારતનું જતન કરવામાં આવ્યું છે અને નવીનીકરણ પણ કરાયું છે જુનાગઢ ના નવાબે 6 હેક્ટરમાં બનાવેલ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સફારી પાર્કનો વિસ્તાર 84 હેક્ટર સુધીનો વધારીને વન અને પર્યાવરણ વિભાગ વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને જતન કરી રહ્યું છે સકરબાગમાં પાંજરે પુરાયેલા અને ખુલ્લામાં ફરતા બંને પ્રકારના સિંહો જોઈ શકાય છે પ્રાણીઓની સારવાર માટે ત્રણ વેટરનરી ડોક્ટર અને તેની ટીમ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે પાંચ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર દ્વારા પ્રાણીઓની નિમિત તપાસ કરવામાં આવે છે પ્રાણીઓને ખાવા માટે વિશેષ વ્યવસ્થાઓ છે જેમાં લીલોચારો અનાજ ધાન ફળો મટન ચિકન ઈંડા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે પ્રાણીઓ નહીં આ ખોરાક સરકારની પ્રવર્તમાન નીતિઓ અનુસાર ઈ ટેન્ડર થી મંગાવવામાં આવે છે આ પ્રાણી સંગ્રહાલયમાં 130 જેટલા અધિકારી અને કર્મચારીઓ સેવા આપી રહ્યા છે સક્કરબાગ જુમાં 800થી વધુ પ્રાણીઓ આવેલા છે જેમાં 80 સિંહ 70 દીપડાઓ વગેરેનો સમાવેશ થાય છે અહીં હરણની વિવિધ બારથી પણ વધુ પ્રજાતિઓ આવેલી છે