



દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામની ખેડા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળમેળો યોજાયો
દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના
ઉપક્રમે દેવગઢબારીઆ તાલુકાના કાળીડુંગરી સી.આર.સી.ની ખેડા
ફળિયા પ્રાથમિક શાળામાં તા.૨૮ અને તા.૨૯ એમ બે દિવસીય
બાળમેળો યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે ધોરણ ૧ થી પ માં
બાળકો માટીકામ, કાગળકામ, કાતરકામ, વેશભૂષા, બાળવાર્તા,
બાળગીત, ચિત્રકામ, રંગપૂરણી, છાપકામ વગેરે પ્રવૃતિઓમાં ઉત્સાહભેર જોડાયા હતા.બીજા દિવસે ધોરણ ૬ થી ૮ માં લાઈફ
સ્કીલ આધારિત બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોને રોજબરોજના પડકારોને હકારાત્મક રીતે કુશળતાપૂર્વક પાર પડી શકે તે હેતુથી કૌશલ્ય અને આવડત કેળવી શકે તેવી ટાયરને પંકચર બનાવવું, સ્ક્રૂ ફીટ કરવો, ખીલી ઠોકવી, ફ્યુજ બાંધવો, કુકરનું ઢાંકણ બંધ કરવું, શરીરની સ્વચ્છતા વગેરે પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.જ્યારે વ્યસનથી થતાં નુકસાન અંગે પ્રોજેક્ટર મારફતે શાળાના શિક્ષક વિપુલકુમાર બારીઆએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષકો ભીખા વણકર, દિનેશ પરમાર, ફતેસિંહ પટેલ, ભારતસિંહ પટેલીયા, ધવલકુમાર પટેલ,
દિગ્વિજયસિંહ ઠાકોર, પ્રેમીલાબેન બારીઆ, જયેન્દ્રકુમાર પટેલ, રેખાબેન પટેલ સહિત આચાર્ય ફ્રાન્સીસકુમાર પરમાર પણ વિવિધ પ્રવૃતિઓમાં બાળકો સાથે જોતરાયા હતાં. અંતે બાળ રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળાં દોડ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ યોજાઈ હતી. સી.આર.સી. કો-ઓર્ડિનેટર અમરસિંહ વણઝારાએ બાળમેળા મોનીટરીંગ સંદર્ભે શાળા મુલાકાત લઈને સુંદર આયોજન બદલ શિક્ષકો અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.
Advertisement