Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

મેંદરડામાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પ નો શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

આજરોજ મેંદરડા ના સાસણ રોડ પર આવેલ લેવા પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના પિતાશ્રી પૂજ્ય સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ મેંદરડા અને મેંદરડા તાલુકા લેવા પટેલ યુવા સંગઠન દ્વારા સરો રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ના ભરત દસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પોની શરૂઆત કરવા માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર જયેશભાઈ રાદડિયા નું સ્વાગત તાલુકા લેવા પટેલ યુવા સંગઠનના હોદ્દેદારો અને ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લેવા પટેલ સમાજના પ્રમુખ ગોગનભાઈ ઢેબરીયા યુવા ભાજપના પ્રમુખ ચિરાગભાઈ રાજાણી જૂનાગઢ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા જિલ્લા બેંકના એમડી જેઠાભાઈ પાનેરા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રેશભાઇ ખૂંટ પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા ચિરાગભાઈ રાજાણી સરપંચ સમઢીયાળા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોહડી સંખ્યામાં આ કેમ્પમાં દર્દીઓએ લાભ પણ લીધો હતો પુણ્યતિથિની ભવ્ય ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદ મધ્યે જૈન સમાજ દ્વારા ગુજરાત ભાજપ ના અધ્યક્ષ સી.આર. પાટીલ ની રજતતુલા યોજાઇ.

Shanti Shram

મુખ્યમંત્રી બદલવાના છે એ ટોચના નેતાઓને ખબર નહોતી – ગેનીબેન ઠાકોર

Shanti Shram

ભાભર મધ્યે શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જોગમાયા સુથારડી લેક (તળાવ)નું લોકાર્પણ યોજાયું.

Shanti Shram

રાષ્ટ્રપતિ ટિપ્પણી વિવાદ: ભાજપે સોનિયા ગાંધીને ઘેરી ત્યારે વિરોધ પક્ષોની મહિલા બ્રિગેડ સોનિયા ગાંધીના સમર્થનમાં આવી

Shanti Shram

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

Shanti Shram

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકોટ ખાતે આગમન, આટકોટ જવા રવાના થયા 

Shanti Shram