Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

દેશની એરલાઇન ઈન્ડસ્ટ્રી પર બબાલ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે : DGCAના DG અરુણ કુમાર

વીમાની કંપનીઓની નીયામક સંસ્થા ડીજીસીએના ડીજીએ કહ્યું કે, તાજેતરમાં થયેલ કેટલીક નાની ભૂલો બાદ દેશની એરલાઇન ઈન્ડસ્ટ્રી પર બબાલ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.
DGCAના DG અરુણ કુમારે કહ્યું કે, એરક્રાફ્ટ એક કોમ્પ્લેક્સ મશીન છે અને તેમાં ઘણા ભાગો છે. તેઓ નાની-નાની ખામીઓ માટે સંવેદનશીલ હોય છે પરંતુ તેના ધોરણોનું પાલન કરતી વખતે તેનો ઉપયોગ હવાઈ કામગીરી માટે ચાલુ રાખી શકાય છે.

DGCAના DG અરુણ કુમારે વધુમાં કહ્યું કે, હા એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી હતી, ઘણા એરક્રાફ્ટને પરત અથવા રિજેક્ટ કરવા પડ્યા હતા. ઘણી વખત ટેકઓફ દરમિયાન ખલેલ પડી હતી અને સાવચેતી અથવા પ્રાથમિકતાના ધોરણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, તેમજ મિસ એપ્રોચ કે ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી પરંતુ તમે મને કહો કે, કયા એવિએશન માર્કેટમાં આ સમસ્યાઓ દેખાતી નથી?

Advertisement

અમારે ખરાબીને દૂર કરી ઉડ્ડયનના ધોરણોને અનુસરીને એરક્રાફ્ટનું સંચાલન કરતા રહેવું પડશે. આ એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે.

બીજી તરફ, DGCAએ જણાવ્યું કે, તાજેતરના દિવસોમાં વિવિધ એરલાઇન્સમાં એન્જિનિયરિંગ સંબંધિત ઘટનાઓમાં વધારો થવાના સમાચારના આધારે, DGCAએ એરક્રાફ્ટમાં ખામી છે તે શોધવા માટે ઘણા ઓડિટ અને સ્થળ તપાસ હાથ ધરી છે. તેનું કારણ MEL રિલીઝનું વધતું વલણ અને પ્રૂફ સ્ટાફનો અભાવ હતો.

Advertisement

संबंधित पोस्ट

મોટી રાહત/ ખાદ્ય તેલોના ભાવ ઘટ્યા, હવે ઘરવપરાશની આ વસ્તુઓના ભાવ પણ ઘટી જશે !

Shanti Shram

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

Shanti Shram

Facebook, Apple, Google, Amazon પર આરોપ છે કે એકત્ર કરેલા ડેટાનો દુરુપયોગ કરે છે,જાણો

shantishramteam

ગરીબો માટે સમગ્ર દેશમાં આ યોજના લાગૂ, અંતમાં આ રાજ્ય પણ જોડાયું

Shanti Shram

મુવર સ્કીમ અંતર્ગત આયાત કરાતી મશીનરી ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, બેંક ગેરંટીની પણ જરૂર પડતી નથી : નિષ્ણાંત

Shanti Shram

રોકાણ / આ સરકારી સ્કીમમાં કરો ફક્ત 2 રૂપિયાનું રોકાણ, મળશે 36 હજાર પેન્શન

Shanti Shram