



દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામની પરિણીતા પર પોરબંદરના સાસુ અને પતિએ ત્રાસ ગુજારી, ઘર બહાર હાકી કાઢ્યાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તું ભૂખની બારસ છો, કરિયાવરમાં કંઈ લાવી નથી એમ કહી દહેજ માટે પણ પરિણીતને ત્રાસ અપાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સ્ત્રી અત્યાચાર ના છ બનાવો પોલીસ દફતર સુધી પહોંચ્યા છે ત્યારે બધું એક બનાવ કલ્યાણપુર પોલીસ દફતરમાં નોંધાવવામાં આવ્યો છે. જેની વિગત મુજબ તાલુકાના ભોગાત ગામે રહેતા લાલગઢ નારણગર અપારનાથીની પુત્રી વુંભૂતીબેન પર પોરબંદરમાં એસીસી રોડ રાજરતન પાનની પાસેની ગલીમાં રહેતા મેહુલભાઈ ભારથી અને સાસુ ભાનુબેન હરીશભાઈ ભારથી લગ્ન જીવનના ગાળા દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. પતિએ મારકૂટ કરી, સાસુએ અવારનવાર ઘરના કામકાજ બાબતો નાની નાની બાબતમાં મેરા ટોણા મારી, ‘તું કરિયાવર કંઈ લાવેલ નથી ભૂખની બારસ છો’ એમ કહી ભુંડી ગાળો આપી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. પોલીસે તેણીના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.