



દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં પુર ઝડપે દોડતા એક ઇકો વાહને છકડા રીક્ષાને ઠોકર મારી નુકસાની પહોંચાડી હતી. ઇકો વાહનના ચાલકે છકડા ચાલકનો કાઠલો પકડી ઝપાઝપી કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે નાસી ગયેલા અમદાવાદના ઇકો વાહન ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના સમારે કાનદાસ બાપુ ના આશ્રમ પાસેના રોડ પરથી પસાર થતાં એક છકડો રીક્ષા ને પોરબંદર તરફથી પૂરી ઝડપે અને બે ફિકરાય પૂર્વક આવી રહેલ એક ઇકો વાહનના ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં છકડો રીક્ષાના ઠાઠામાં નુકસાની પહોંચી હતી. અકસ્માત નીપજાવવા છતાં ઇકોના ચાલેકે નીચે ઉતરી છકડા રીક્ષાના ચાલક મૂળવાસર ગામના કારાભા રાણાભા જળીયા સાથે ઝપાઝપી કરી, કાઠલો પકડી લીધો હતો. દ્વારકા પોલીસે નાસી ગયેલા ઈકો વાહનના ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકો વાહનના ચાલકે અકસ્માત નિપજાવી લાજવાના બદલે વૃદ્ધ રીક્ષા ચાલક પર ગાજયો હતો અને કાંઠલો પકડી ઝપાઝપી કરી નાસી ગયો હતો.